વિરપુરના ધોળી ગામનો કિસ્સો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કાકી અને ભત્રીજા વચ્ચેના આડાસંબંધ પગલે નિર્દોષ પતીની હત્યા
કાકી અને ભત્રીજાએ પોતાના પતીને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો…
માતાના કૃત્યથી ત્રણ બાળકોનુ જીવન બન્યુ અંધકારમય..
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ધોળી ગામે એકમેકના પ્રેમમાં કામાંધ બનેલા કાકી ભત્રીજાની બેલડીએ પોતાના પ્રણયફાગની લીલાઓને જાણીજનારા ધરના મોભી એટલેકે કમળાના પતી કાન્તીભાઈ તલારની અંદાજે પાંચ દિવસ પુર્વે વહેલી સવારમાં તેઓની ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી તેઓના મૃતદેહને ધરની બાજુમાં આવેલા કુવામાં ફેંકી દીધો હતો અને કમળાએ પોતાના પતી સુરત નોકરી કરવા જતાં રહ્યાં હોવાના દેખાવો ઉભા કર્યા હતા પરંતુ કાન્તીભાઈ ની માતાએ પોતાના પુત્રની ખબર અંતર કાઢવા માટે સુરત ખાતે ફોન કરતાં ધટના બહાર આવી જેના કારણે સમગ્ર પંથકમાં લગ્નેત્તર બાહિય સંબંધોમા કામાંધ બનેલો પ્રણયફાગના કિસ્સાએ હત્યાના ગુન્હાને અંજામ આપતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જેમા કાંતિ ભાઈ સુરત ખાતે ખાનગી કમ્પની મા નોકરી કરતા હોય છેલ્લા એક માસ થી વતન ધોળી ખાતે આવેલ હતા પરંતુ કાંતિ ભાઈ સાથે તેમની પત્ની નું વર્તન સારું લાગતું ન હોય તેમની આજુ બાજુ મા રહેતા પડોશીઓ દ્વારા તેમના કુટુમ્બી ભત્રીજો વિજય અને કાંતિ ભાઈ ની પત્ની ને આડા સંબંધ ની જાણ થતા કાંતિ ભાઈ એ વિજય ને સમજાવેલ કે કમળા તારી કાકી થાય છે માટે આ બધુ છોડી દે જે બાબતે કાંતિ ભાઈ અને વિજય ની વચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કાંતિ ભાઈ ને હું કમળા જોડે સંબંધ રાખીશ અને અમારા સંબંધો મા આડો આવીશ તો તુ નહીં કે
હું નહીં તેવી ધમકી આપતો હતો જયારે 16 જાન્યુઆરી ના સવાર થી કાંતિ ભાઈ ગુમ થતા પરિવાર જનો દ્વારા કાંતિ ભાઈ ની તેમના સગા વહાલા તેમજ સુરત કમ્પની મા તપાસ કરેલ પરંતુ કોઈ જગ્યા કાંતિ ભાઈ નો પત્તો ના મળતા અને કાંતિ ભાઈ ની પત્ની કમળા કાંતિ ભાઈ ના ઘૂમ થવા ના બાબતે કંઈપણ ન કહેતા પરિવાર જનો ને કમળા પર શક જતા આજ રોજ કમળા ની કડકાઈ થી પૂછ પરછ કરતા કમળા એ કબૂલ્યું હતું કે મે અને વિજયે મળી ને 16 જાન્યુઆરી ના સવારે કુદરતી હાજતે જવું છે અને મને ડર લાગે છે કહી કાંતિ ભાઈ ને ખેતર મા લઈ જઈ માથા મા ફટકો મારી મોત ને ઘાટ ઉતારી ઘર ની નજીક આવેલ કૂવા મા નાખી દીધા નું કબૂલ્યું હતું મ્રૂતક કાંતિ ભાઈ ના નાના ભાઈ લાલા ભાઈ દ્વારા ઘટના ની જાણ વિરપુર પોલીસ ને જાણ કરતા વિરપુર પોલીસ આરોપી વિજય અને કમળા ની અટક કરી આગળ ની તપાસ હાથ ધરી છે …