Western Times News

Gujarati News

નિકોલમાં મહિલાને ધમકીઓ આપી બે વખત દુષ્કર્મનો પ્રયાસ

Files Photo

છેવટે મહિલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી
અમદાવાદ, કેટલાંક દિવસોમાં મહિલાઓ સાથે છેડતી, બળાત્કાર અને ધમકી આપીને રૂપિયા પડાવવાનાં કિસ્સા વધી ગયાં છે. એકલી યુવતી કે મહિલાને જાઈને હવસખોરો પોતાનાં અસલી સ્વરૂપમાં આવી જતાં હોય છે. આવો કિસ્સો ગત રોજ નિકોલ વિસ્તારમમાં બહાર આવ્યો છે. જેમાં એકલી મહિલાને જાઈ રીક્ષા ડ્રાઈવર ઘરમાં ઘુસી તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યાે હતો. જેનો મહિલાએ વિરોધ કરતાં હવસખોર શખ્સ તેનાં પુત્રોને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

એસપી રીંગ રોડ ઉપર આવેલાં મારુતિનાં શો રૂમની પાછળ આવેલી એક ૪૯ વર્ષીય મહિલાએ પોતાની માલિકીની રીક્ષા છેલ્લાં દોઢ વર્ષથી શાહઆલમમાં રહેતાં યાસીન ઐયુબ છીપા નામનાં શખ્સને ચલાવવા આપી હતી. થોડાં દિવસો અગાઉ બપોરે બાર વાગ્યાના સુમારે આ મહિલા ઘરે હાજર હતી એ સમયે યાસીન ત્યાં રીક્ષાનું ભાડું આપવા આવ્યો હતો. જા કે મહિલાને ઘરમાં એકલી જાઈ હવસખોર યાસીનનો ઈરાદો બદલાઈ જતાં તેઓ મહિલા સમક્ષ બિભત્સ માંગણી કરી હતી. જાકે મહિલાએ તેનો ઈન્કાર કરતાં યાસીને તેનાં કપડાં ખેંચીને બળજબરી કરી હતી. પોતાની લાજ બચાવવા મહિલાએ બુમાબુમ કરી મુકતાં ગભરાઈ ગયેલો યાસીન આ મહિલાને જા આ વાત કોઈને પણ કહી તો તારાં બંને દિકરાઓને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ભાગી ગયો હતો.

આટલેથી નહીં અટકતાં યાસીન અવારનવાર મહિલાને ફોન કરીને તાબે થવાં દબાણ કરતો હતો. આ મહિલા ટસની મસ ન થતાં યાસીને ફરી તેનાં પુત્રોને મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત થોડાં દિવસો બાદ સાંજનાં સુમારે ફરીથી યાસીન તેમનાં ઘરે આવીને ઈજ્જત લેવાનો પ્રયાસ કર્યાે હતો. જાકે બીજી વખત પણ તે સફળ ન થયો હતો. બીજી વખત પોતાની સાથે દુષ્કર્મનો પ્રયત્ન કરતાં ગભરાઈ ગયેલી મહિલા છેવટે નિકોલ પોલીસ સ્ટેશને પહોંચી હતી. મહિલાની આપવીતી સાંભળી નિકોલ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને બે વખત દુષ્કર્મનો પ્રયાસ કરનાર યાસીનને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.