નાગરિક સુધારા કાનૂન પરત નહીં ખેંચાય : અમિત શાહ
નવી દિલ્હી: નાગરિક સુધારા કાનૂન (સીએએ)ના સમર્થનમાં મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે પોતાના ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. અમિત શાહે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસને નાગરિકતા કાનૂનને લઇને થઇ રહેલી હિંસા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
અમિત શાહે કહ્યું હતું કે, નાગરિકતા કાનૂન વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે આના લીધે દેશના મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ જશે. મમતા દીદી, રાહુલ બાબા, અખિલેશ યાદવ ચર્ચા કરવા માટે સાર્વજનિક મંચ શોધી કાઢે, અમારા સ્વતંત્ર દેવ ચર્ચા કરવા માટે તૈયાર છે. સીએએની કોઇપણ ધારા, મુસ્લિમોછોડ દો, અલ્પસંખ્યક છોડ દો કોઇપણ વ્યક્તિની નાગરિકતા લઇ શકે છે તો તે મને બતાવી દો. અમિત શાહે કહ્યું હતુ ંકે, નહેરુજીએ કહ્યું હતું કે,
કેન્દ્રીય રાહત ભંડોળનો ઉપયોગ શરણાર્થીઓને રાહદ આપવા માટે કરવો જાઇએ. તેમને નાગરિકતા આપવા માટે જે પણ કરવું જાઇએ તે કરવું પડે પરંતુ કોંગ્રેસે કશું જ કર્યું નથી. તેમણે કહ્યું હતુ ંકે, બે વર્ષ પહેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં દેશ વિરોધી નારાઓ લાગી રહ્યા છે. હું જનતાથી પૂછવા આવ્યું છું કે, જે ભારત માતાના એક હજાર ટુકડા કરવાની વાત કરે છે, તેમને જેલમાં ધકેલી દેવા જાઇએ નહીં. અમિત શાહે કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન જ્યાં ભારતના વિભાજન બાદ કરોડો હિન્દુ ત્યાં રહી ગયા હતા, શિખ લોકો રહી ગયા હતા, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી લોકો ત્યાં રહી ગયા હતા. હું તેમના દર્દને સમજી શક્યો શું.
મહાત્મા ગાંધીની જ્યંતિના દિવસે એક હજાર માતા-બહેનો સાથે બળાત્કાર ગુજારવામાં આવે છે, તેમની સાથે જબરદસ્તી લગ્ન કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં મંદિર-ગુરુદ્વારે તોડવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં સૌથી ઉંચી મૂર્તિને તોપ દ્વારા ઉડાવી દેવામાં આવી છે. અમિત શાહે કહ્યું હતું કે, હું આજે મક્કમતાપૂર્વક કહેવા આવ્યું છે કે જેને વિરોધ કરવો હોય તે કરે સીએએને પરત લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતુ ંકે, હું વોટબેંકના લાલચી નેતાઓને કહેવા માંગુ છું કે, તમે તેમના કેમ્પમાં જાઓ, કાલ સુધ જે ૧૦૦-૧૦૦ હેક્ટર જમીનના માલિક હતા તે આજે એક નાનકડી ઝુંપડીમાં પરિવાર સાથે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
કેન્દ્રીયમંત્રી અમિતશાહે કહ્યું હતું કે, કોંગ્રેસના કારણે ધર્મના આધાર પર ભારતના ટુકડા થયા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં લઘુમતિઓની સંખ્યા ઘટી રહી છે. તેઓ ક્યા ગયા, કેટલાક લોકોને મારી નાંખવામાં આવ્યા, કેટલાક લોકોને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવી દેવાયા છે ત્યારથી શરણાર્થીઓનો આવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ વર્ષોથી પીડિત લોકોને તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનો અવસર આપ્યો છે. નાગરિકતા સંશોધન કાયદો નો દેશના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં સભા સંબોધી હતી. અમિત શાહે કહ્યું કે, ઝ્રછછ વિરુદ્ધ વિપક્ષ ભ્રમ ફેલાવી રહ્યા છે અને દેશને તોડવાનું કામ કરી રહ્યા છે.