Western Times News

Gujarati News

સાયરા કેસ: CID ક્રાઈમના તપાસના ધમધમાટમાં મૃતક યુવતી આરોપીઓના સંપર્કમાં હોવાની સાથે યુવતીનો ફોન તોડી નાખ્યો હતો    

મોડાસાના સાયરા (અમરાપુર) 19 વર્ષીય અનુસૂચિત જાતિ સમાજની યુવતી અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં શુક્રવારે એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારી હતી. જેમાં એફઆઈઆર નોંધવાથી લઈ, આરોપીઓની ધરપકડ સંદર્ભે રાજ્ય સરકારે માનવ, મહિલા અને એસ.સી અધિકારીઓના તેમજ તપાસ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી…? તેનો વિસ્તૃત અહેવાલ 15 દિવસમાં આયોગને સોંપવા ચીફ સેક્રેટરીને તાકીદ કરી હતી.

ચીફ સેક્રેટરીને તાકિદ કરાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી તત્કાલિન મોડાસા ટાઉન પીઆઈ નાગજી રબારીને સસ્પેન્ડ કર્યા હતા ૧૮મી જાન્યુઆરીએ રાજ્યના પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપીને સોંપી હતી. તેના બીજા જ દિવસે SITએ કામગીરી આરંભી દીધી હતી અને 19 જાન્યુઆરીએ સ્થળ તપાસ કરીને યુવતીની મળેલી લાશ સુધીની ઊંચાઈ માપી હતી અને પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી.

સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારે મોડાસાના સાયરા ગામની યુવતીની હત્યા અને કથિત દુષ્કર્મના મામલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે સમગ્ર કેસમાં ઘટનાસ્થળની મુલાકાત લઈ ફરિયાદીના લોકોને પણ મળ્યા હોવાની સાથે મૃતક યુવતી અને આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા અને સીસીટીવી ફુટેજમાં જોતા લાગી રહ્યું છે કે કારમાંથી નીચે ઉતરતા યુવતીને ઝગડો પણ થયો હતો ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવતી ગાયબ થઈ ગઈ હતી તેના પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે અને મહત્વની કડીઓ પણ પ્રાપ્ત થઈ છે અને આ ઘટના દરમિયાન આરોપીઓના મોબાઈલના સીડીઆર એનાલિસિસ પરથી કેટલાક કોલ ગુજરાત બહાર પણ થયા છે તેની માહિતી મેળવવા તજવીજ હાથધરી છે પ્રાથમિક પીએમમાં ગાલ અને હાથપર ઉઝરડા નિશાન મળ્યા અને શરીર પર કેટલીક જગ્યાએ નાખ વાગવાના નિશાન મળી આવ્યા છે ફરાર આરોપી સતીશ ભરવાડને ઝડપી પાડવા સીઆઈડી ક્રાઈમની ટીમે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.