સબલપુર ગામમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ
ભિલોડા: મોડાસા તાલુકાના સબલપુર ગામની સબલપુર પ્રાથમિક શાળામાં નાયબ જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ હતી જેમાં પીવાનું પાણી, સ્વછતા, મફતપલોટ, વિધવા સહાય, વિકાસકામો, વ્યક્તિગત શૌચાલય, આંગણવાડી, કુપોષિત બાળકો, વી. ગ્રામ્યકક્ષા ના ગ્રામજનોએ રજુ કરેલ પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીઓએ સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું
રાત્રી સભામાં ટીડીઓ ગોપાલ પટેલ,નાયબ ટીડીઓ કંદર્પ ભાઈ, સીડીપીઓ આશાબહેન,કિરીટ પટેલ સબલપુર ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સબલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગિરધર પંડ્યાએ વિવિધ વિકાસલક્ષી યોજનાઓની માહિતી રાત્રી સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને પુરી પાડી હતી.