Western Times News

Gujarati News

લુણાવાડા ૧૮૧ અભયમ ટીમ દ્વારા શ્રી એસ.કે.હાઇસ્કૂલમાં મહિલા સ્વરક્ષણ કાર્યક્રમ યોજાયો  

લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડાની શ્રી એસ.કે.હાઇસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. લુણાવાડાના સામાજીક કાર્યકર શ્રીમતી સોનલબેન પંડ્યાએ વિદ્યાર્થીનીઓને મોબાઇલ-ઇન્ટરનેટના યુગમાં દીકરીઓને સ્વબચાવ માટે જાગૃત કરવાનું સૂચન કરી નારી અબળા નહીં પણ સબળા તેમજ હોંશિયાર અને કાબિલ બને તે માટે મહિલાઓને તેમની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું વધુમાં તેમણે સ્પર્શ અંગેની માહિતી આપતા ગુડ ટચ બેડ ટચ વિશે વિસ્તૃત સમજ આપી હતી.

આ કાર્યક્રમમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલરશ્રીમતી દિપીકાબેન ડોડીયારે ૧૮૧ હેલ્પ લાઇનમાં કેવા પ્રકારના કેસો આવે છે તેની છણાવટ કરી મહિલાઓના પ્રશ્નોને લઇ સલાહ સુચન મદદ માર્ગદર્શન તથા ઘરેલુહિંસા છેડતી વગેરે વિશે માહિતી આપી હતી.

બાળસુરક્ષા એકમ મહીસાગરનાશ્રી ભાવિશાબેન જોષીએ બાળકો અને કિશોરીઓને લગતી કાયદાકીય સમજ સાથે બાળલગ્ન જુવેનાઇલ જસ્ટીસ એક્ટ તથા બાળ મજુરી, બાળ અધિકાર વગેરે વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

કાઉન્સેલરશ્રી નિલેશ્વરીબેન પરમારે મહિલા સહાયતા વિશે યોજનાકીય માર્ગદર્શન આપ્યુ હતું. લુણાવાડા શ્રી એસ.કે.હાઇસ્કૂલના શાળા પરીવારે સમગ્ર ૧૮૧ ટીમનો વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવા તેમજ મહીલા સુરક્ષાલક્ષી કાર્યક્રમના સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.