અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટાનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા
ભરૂચ: વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફ થી ભરૂચ જીલ્લા માં પ્રોહિબિશન અને જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસ૨ ની કાર્યવાહી કરવા સુચના આપી હતી જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી અંકલેશ્વર ડીવીઝબ નાઓ ના માગદર્શન હેઠળ અંક્લેશ્વર શહે૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર આર.એન.કરમટીયા નાઓ ની સુચના ના આઘારે પેટ્રોલીંગ દ૨મ્યામ બાતમીદાર થી બાતમી મળેલ કે નવાદીવા ગામે શામજી ફળીયામા કાનો વસાવા નાનો તેના ઘરની સામે ખુલ્લી જગ્યામા જાહે૨માં કેટલાક ઈસમો સટ્ટા બેટીંગનો જુગા૨ ૨મી ૨માડી રહ્યા છે
જે બાતમીના આઘારે રેઈડ કરતા સ્થળ ઉપ૨ હાજર ત્રણ આરોપી મનીષભાઈ ઉર્ફ કાનો નટવરભાઈ વસાવા ૨હે.નવા દીવા શામજી ફળીયા તા.અંકલેશ્વ૨ જી.ભરૂચ,રોબિન મહેશભાઈ ખિસ્તી રહે.નવી નગરી અંકલેશ્વર શહે૨ જી.ભરૂચ અને ધર્મેશભાઈ જશવંતભાઈ વસાવા ૨હે.નવા દીવા શામજી ફળીયા તા.અંક્લેશ્વ૨ જી.ભરૂચ તેઓની અંગ ઝડતી માંથી રોકડા રૂપિયા ૧૦,૨૧૦ તથા સટ્ટા બેટ્ટીંગ ૨મવાના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જે ત્રણેવ આરોપીઓને અટક કરી જુગા૨ ધારા કલમ ૧૨(અ) મુજબ કાયદેસરની કાર્યવાઠી હાથધરવામા આવેલ છે.