સોનામાં ૦.૧૮ ટકા,ચાંદીમાં ભાવમાં ૦.૫૩ ટકા ધટાડો
નવીદિલ્હી, વાયદા બજારમાં આજે સોના ચાંદીની કીંમતોમાં ભારે ધટાડો જાવા મળી રહ્યો છે એમસીએકસ એકસચેંજ પર આજે સોનાના વાયદા કીમતમાં ૦.૬૭ ટકા એટલે કે ૨૭૦ રૂપિયાનો ધટાડો જાવા મળ્યો આ ધટાડાથીપાંચ ફેબ્રુઆરી ૨૦૨૦ના સોનાના વાયદા ભાવ ૪૦,૦૨૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ. કરી રહ્યો હતો.
સોનામાં જ નહીં પરંતુ ચાંદીના વાયદા ભાવમાં પણ ધટાડો જાવા મળ્યો છે.એમસીએકસ એકસચેંજ પર પાંચ માર્ચ ૨૦૨૦ના ચાંદીના વાયદા ભાવમાં ૦.૫૩ ટકા એટલે કે ૨૪૭ રૂપિયાનો ધટાડો જાવા મળ્યો હતો આ ધટાડાથી પાંચ માર્ચ ૨૦૨૦ની ચાંદીની વાયદા કીમત ૪૬,૧૩૩ રૂપિયા પ્રતિકિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી.
જયારે આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો બ્લુમબર્ગ અનુસાર સોનાનો ભાવ ૦.૧૮ કે ૨.૮૯ ડોલરના ધટાડાની સાથે ૧,૫૬૦,.૦૫ ડોલર પ્રતિ ઔં સ પર કારોબાર કરી રહ્યો હતો જયારે ચાંદી ૦.૦૬ ટકા કે ૦.૦૧ ડોલરના ધટાડાની સાથે ૧૭.૭૯ ડોલર પ્રતિ ઔં સ પર ટ્રેડ કરી રહ્યો હતો. ક્રુડ ઓઇલની વાત કરીએ તો એમસીએકસ એકસચેંજ પર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના ક્રુડ ઓઇલનો વાયદા ભાવ ૧.૪૦ ટકા અથવા ૫૫ રૂપિયાની સરસાઇની સાથે ૩,૯૮૯ રૂપિયા પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો.