Western Times News

Gujarati News

ભારતીય અર્થતંત્રમાં મંદી ટેમ્પરરી,સ્થિતિ ઝડપથી સુધરશે: IMF

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રિય નાણાં ભંડોળનાં પ્રમુખ ક્રિસ્ટાલિના જીયોર્જીવાએ કહ્યું કે ભારતમાં આર્થિક મંદી ટેમ્પરરી છે, તેમને આશા છે કે આગામી સમયમાં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો થશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલતા તેમણે કહ્યું કે વિશ્વ ઓક્ટોબર 2019માં જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકની તુલનામાં જાન્યુઆરી 2020માં વધુ સારી સ્થિતિમાં હશે તેવું જોવા મળી રહ્યું છે.

તેમણે  કહ્યું કે વિશ્વમાં આ સકારાત્મક ગતિનાં કારણે અમેરિકા અને ચીનનાં વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં નરમી અને ટ્રેડ ડીલનાં પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર થયા તે છે. તે ઉપરાંત ટેક્સમાં બદલાવ અને અન્ય કારણોથી પણ આ સકારાત્મકતાનું કારણ છે, તેમણે કહ્યું કે જો વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વૃધ્ધી દર 3.3 ટકા રહેવું તે સારો સંકેત નથી તેવું કહીં શકાય છે.  આઇએમએફનાં મેનેજીંગ ડાયરેક્ટરે બતાવ્યું કે હાલમાં આર્થિક મંદીનો સમય ચાલી રહ્યો છે. અમે રાજકોષિય નિતિ વધું આક્રામક બને તેવું ઇચ્છિએ છિએ. વિકાસશીલ બજાર અંગે  તેમણે  કહ્યું કે તે પણ આગળ વધી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.