આર્જેન્ટીનામાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
આઇરિસ, આર્જેટીનાના મધ્ય ક્ષેત્રમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે રિએકટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ માપવામાં આવી હતી.યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) જણાવ્યું હતું કે રિએકટર સ્કેલ પર ૫.૫ તીવ્રતાનો આંચકો નોંધવામાં આવ્યો છે તેણે કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર એલ હોયો શહેરથી લગભગ ૧૬ કિમી પશ્ચિમમાં ૫૬૦ કિલોમીટરની ઉડાઇ પર હતું. હાલ ભૂકંપના કારણે કોઇ જાનહાનીના અહેવાલો નથી. એ યાદ રહે કે બે મહીના પહેલા પણ આર્જેન્ટીના મધ્ય વિસ્તારમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો રાષ્ટ્રીય ભૂવૈજ્ઞાનિક વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર સેન સુઇસ વિસ્તારના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં જમીનની જમીનથી નીચે ૧૪ કિમીની ઉડાઇમાં હતું એ યાદ રહે કે આર્જેન્ટીન દક્ષિણ અમેરિકામાં આવેલ એક દેશ છે ક્ષેત્રફળ અને જનસંખ્યાના હિસાબથી દક્ષિણ અમેરિકાનો આ બીજો સૌથી મોટો દેશ છે તેની આકૃતિ અધોમુખી ત્રિભુજની સમાન છે તેની ઉત્તરમાં બ્રાઝીલ અને પશ્ચિમમાં પરાગ્વે છે.