Western Times News

Gujarati News

કોરોના વાયરસ: ચીનમાં ૨૫ ભારતીય નાગરિક ફસાયા

Files Photo

મુંબઈ: ભારતના ૨૫ વિદ્યાર્થીઓ ચીનના વુહાનમાં કરોના વાયરસના ભય હેઠળ ફસાઇ ગયા છે. ચીનના વુહાન ખાતેથી શરૂ થયેલા વાયરસના ફેલાવાના કારણે દહેશત સતત વધી રહી છે. પડોશી દેશ સિંગાપોર અને વિયતનામ સુધી આ વાયરસ હવે પહોંચી ગયો છે. ભારત માટે ખુશખબરી એ છે કે અહીં હજુ સુધી એક પણ નાગરિક કરોના વાયરસથી ગ્રસ્ત નથી. એકબાજુ ભારતીય લોકોમાં પણ વિશ્વના અન્ય દેશોની સાથે દહેશત ફેલાયેલી છે. ચીનથી પરત ફરેલા બે લોકોના નવા પ્રકારના કરોના વાયરસથી ગ્રસ્ત હોવાની આશંકા દેખાયા બાદ તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.


એક હોસ્પિટલના  અલગ વોર્ડમાં તેમને રાખવામાં આવ્યા છે. ચીનમાં કરોના વાયરસથી ગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે. કેટલાકના મોત થઇ ચુક્યા છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ૧૯મી જાન્યુઆરીથી હજારો યાત્રીઓ પર વાયરસ ઇન્ફેક્શનની તપાસ થઇ ચુકી છે. સાઉદી અરબમાં એક ભારતીય નર્સની ચકાસણી કરવામાં આવી હતી. જા કે કરોના વાયરસથી તે ગ્રસ્ત નહીં હોવાની માહિતી મળી છે. વુહાનમાં અટવાયેલા ૨૫ વિદ્યાર્થીઓ પૈકી ૨૦ કેરળના હોવાની માહિતી મળી છે. જેના કારણે ચિંતાનુ મોજુ પરિવારના સભ્યોમાં ફેલાઇ ગયુ છે. ચીનના વુહાન ખાતેથી શરૂ થયા બાદ આ વાયરસની અસર દુનિયાભરમાં જાવા મળી રહી છે. ચીન સ્થિત   ભારતીય દુતાવાસ દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવી ચુક્યા છે.

ચીનમાંથી પરત ફરી રહેલા ભારતીયોની પણ દેશના જુદા જુદા એરપોર્ટ પર ચકાસણી કરવામાં આવી રહી છે. મુંબઇ પરત ફરેલા લોકો પૈકી બેમાં કેટલાક લક્ષણ દેખાયા હતા. જા કે તપાસ કરવામાં આવ્યા બાદ કરોના વાયરસ ન હોવાનો ખુલાસો થયો હતો. સાઉદી અરબમા ૧૦૦ ભારતીય નર્સની ચકાસણી કરવામાં આવી રહી છે. ભારત સરકારે કહ્યુ છે કે સાઉદી અરબમાં રહેલી કેરળની નર્સના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં કરોના વાયરસે જારદાર આંતક મચાવી દીધો છે.

અમેરિકાના નેશનલ ઇન્સ્ટીયુટ ઓફ હેલ્થના અધિકારીઓ દ્વારા બુધવારના દિવસે કહેવામાં આવ્યુ હતુ કે કરોના વાયરસના કારણે આ બિમારી ફેલાઇ રહી છે. વાયરલ નિમોનિયાની આ બિમારીની સામે લડવા માટે નવી વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. માત્ર ત્રણમહિનાના ગાળામા ંજ વેક્સીનની માનવ ટ્રાયલ કરવામાં આવનાર છે. આ સંસ્થાના અધિકારીઓના કહેવા મુજબ તેમની સંસ્થા ક્રેમ્બિજ  અને મૈસ બેસ્ડ બાયોટેક કંપનીની સાથે મળીને કરોના વાયરસની સામે લડવા માટે રસી અથવા તો વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. ે પહેલાથીજ આ યોજના પર કામ કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.