Western Times News

Gujarati News

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી તેમજ ધુમ્મસની પરિસ્થતી

Files Photo

નવી દિલ્હી: ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં કાતિલ ઠંડી વધી રહી છે. ઠંડી અને ધુમ્મની ચાદર વચ્ચે જનજીવન ઉપર પણ અસર થઇ રહી છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિતના જુદા જુદા રાજ્યોમાં જનજીવન ખોરવાયેલું છે. હિસારમાં પારો ૪થી લઇને છ સુધી છે. પંજાબમાં પણ આવી જ સ્થિતિ  છે. રાજસ્થાનના બીકાનેર, ચુરુ, શ્રીમાધુપુર સહિતના જુદા જુદા ભાગોમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે.


ઠંડીથી જનજીવન પણ ખોરવાયું છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે જનજીવન પર માઠી અસર થઇ છે. ધુમ્મસના કારણે દિલ્હી અને ચંદીગઢ સહિત કેટલાક શહેરોમાં ધુમ્મસના કારણે વિમાનીસેવાને માઠી અસર થઇ છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંગીગઢ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન હજુ ઘટી શકે છે. લોકોને કાતિલ ઠંડીથી હાલ રાહત મળશે નહીં. રાજસ્થાનમાં લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના મેદાની રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. કાશ્મીરમા અવિરત ભારે હિમવર્ષાના કારણે સતત વિમાની સેવાને અસર થઇ રહી છે. પ્રતિકુળ હવામાનની સ્થિથીના કારણે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગની સાથે સાથે વાહન વ્યવહાર પર માઠી અસર થઇ રહીછે. હવામાનમાં આવેલા પલટા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જાવા મળી રહી છે.

ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે . ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર થઇ રહી છે. બીજી બાજુ દેશભરમાં કાતિલ ઠંડીના કારણે ધુમ્મસની સ્થિતીને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૂપે રેલવે દ્વારા આગામી દોઢ મહિના સુધી ૪૬ ટ્રેનો ન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. મંડળમાં પહેલાથી જ પરેશાનીનો સામનો કરી રહેલા રેલવે યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.