શહેર પૂર્વ પોલીસની ટીમે બાતમી આધારે રેડ કરી જુગારીયાઓને ઝડપી લીધા

પાલનપુરના નવા ગંજ માર્કેટમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાતો હોવાની માહિતી આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસની ટીમે રેડ કરતા જુગાર રમતા આઠ નબીરાઓ ઝડપાઇ ગયા હતા. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં આવેલા નવા ગંજબજારમાં ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમાઇ રહ્યો હોવાની માહિતી આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસની ટીમે રેડ કરી હતી. જેમાં પૂર્વ પોલીસ સ્ટાફના માણસો રાજેશભાઇ, ગુલાબસિંહ, સંજયસિંહ, મહેશભાઇ તથા નરેશપુરી સહિતની ટીમે દરોડો કરતા જુગાર રમતા આઠ જુગારીયાઓને જુગાર સાહિત્ય તથા મોબાઇલ ફોન- ૯ કિમત રૂ.૪૭ હજાર તથા ગુનામા વપરાયેલ સાધનો-૫ કિમત રૂ.૧.૭૫ લાખ તથા રોકડ રકમ રૂ.૧,૦૪,૭૦૦/- મળી કુલ રૂ.૩,૨૬,૭૦૦/- ના મુદ્દામાલ સહિત જુગારીયાઅોને ઝડપી લઇ તમામ સામે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે જુગારધારા અેકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
જુગારીયાઅોની નામાવલી. ૧.પંકજભાઇ દેવાભાઇ પ્રજાપતિ રહે.દલવાડા, તા.પાલનપુર, ૨.નિતીનભાઇ કેશરભાઇ ચૌધરી રહે ગાદલવાડાના પાલનપુર, ૩.દર્શનભાઇ ઉર્ફે પીન્ટુ દિનેશભાઇ પટેલ રહે.ચાંગા,તા.વડગામ, ૪.હરીભાઇ રતુભાઇ ચૌધરી રહે.ગાદલવાડા,તા. પાલનપુર, ૫.હરેશકુમાર જીવરામભાઈ પ્રજાપતિ રહે.ગાદલવાડા તા.પાલનપુર, ૬.રોહિતકુમાર રણછોડભાઇ પટેલ રહે.ચંગવાડા,તા.વડગામ, ૭.ગણેશભાઇ મૂળજીભાઇ ચૌધરી રહે.ગાદલવાડા, તા.પાલનપુર, ૮.નરેશકુમાર શામળભાઇ ચૌધરી રહે પટોસણ,તા.પાલનપુર