ભારત માતાકી જય, વંદેમાતરમ્,જયકાર સાથે વિરપુરમાં CAA ના સમર્થનમાં ત્રીરંગા રેલી યોજવામાં આવી હતી
વિરપુર: મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં CAA ના સમર્થનમાં ત્રીરંગા રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં લગભગ ૧૦૦૦ થી વધારે યુવાનો જોડાયા હતા
નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દ્વારા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી વસતા હિન્દૂ, શીખ, ઈસાઈ , બૌદ્ધ, ખ્રિસ્તી ધર્મના લોકોને સન્માન અને નાગરિકતા આપવા માટે સંસદમાં નાગરિક સંશોધન કાયદો એટલેકે CAA બનાવમાં આવ્યો છે અને આ કાનૂન નો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરી દેશની જનતાને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાની જનતામાં આ નાગરિક સંશોધન કાયદો એટલેકે CAA વિશે જાગૃતા આવે તે માટે CAA ના સમર્થનમાં ત્રીરંગા રેલી યોજવામાં આવી હતી
આ રેલીમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન ઉપસ્થિતિમાં વિરપુર ખાતે CAA ના સમર્થનમાં ત્રીરંગા રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ૧૦૦૦ થીવધારેની સંખ્યામાં કાર્યકરો અને યુવાનો જોડાયા હતા હાથમાં ત્રીરંગા સાથે ભારત માતાકી જય,વંદે માતરમ્, જયજયકાર સાથે ત્રીરંગા રેલી સમગ્ર વિરપુરમાં ફરી હતી આ ત્રીરંગા રેલીમાં ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક, મહિસાગર જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન, મહિસાગર યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્ર બારોટ, વિરપુર પ્રમુખ મોતીસીંહ.અનુસુચીત જાતીના માહામંત્રી મુકેશ શ્રીમાળી, વિરપુર યુવા સંગઠન કવન પટેલ સહિતના કાર્યકરતાઓ ઉપસ્થિત રહ્યા હતા…