ગુજરાત હાઇકોર્ટ ખાતે મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથે 71 મા પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી હતી. તેમણે પ્રાંગણમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ ઉપસ્થિત સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની સાથે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિશ્રીઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલ, ન્યાયિક અધિકારીઓ, વકીલો તેમજ હાઇકોર્ટના કર્મચારીઓએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.