Western Times News

Gujarati News

હેમ. ઉ ગુ યુનિ શૈક્ષિક સંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો :કર્તવ્યભાવ જગાવવા આહવાન 

મોડાસા: અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દિલ્હી સાથે સંલગ્ન હેમ. ઉત્તર ગુજરાત વિશ્વવિધ્યાલય શૈક્ષિક સંઘ દ્વારા પાટણ ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં યુનિ સંલગ્ન વિવિધ કોલેજો અને ભવનો ના 60 જેટલા અધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતા.પ્રિ રોહિત ભાઈ દેસાઈ એ મહેમાનોનું  શાબ્દિક સ્વાગત કર્યું હતુ . ડૉ કુંજલ ત્રિવેદી એ સરસ્વતી વંદના કરી હતી.


અધ્યાપકોમાં રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે કર્તવ્યભાવ જાગૃત રહે એ આશય થી શૈક્ષિક સંઘ દર વર્ષે વિવેકાનંદ જયંતી થી  સુભાષચંદ્ર બોઝ જયંતી દરમ્યાન આ કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજે છે. શિશુ મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં ગુજરાત યુનિ ના કુલપતિ શ્રી ડૉ હિમાંશુભાઈ પંડ્યા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ રાષ્ટ્રને ગરિમા બક્ષે એવી વ્યક્તિગત સમજણ, જવાબદારી અને નમ્રતા વિકસાવી કર્તવ્ય નિભાવવા તૈયાર રહેવા જણાવ્યું હતુ. વ્યક્તિ નિર્માણ અને રાષ્ટ્રનિર્માણ એજ કર્તવ્ય છે .

સમાજ શિક્ષકો પ્રત્યે શ્રદ્ધાથી જોઈ રહ્યો છે ત્યારે વિવેકાનંદજીએ ચીંધેલ કર્તવ્યભાવ જગાવવા આહવાન કર્યું હતુ . નવી યુવા પેઢીને માત્ર શિક્ષણકાર્ય કરાવવાથી નહીં ચાલે પણ વિધ્યાર્થીમાં રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે સંવેદના જાગે એવો કર્તવ્ય પથ બતાવવા હંમેશા તત્પર રહેવા જણાવ્યું હતુ . જાતિ જાતિ વચ્ચે ના ભેદભાવ દૂર કરી સામાજિક સમરસતા માટે શિક્ષકોએ આચરણ થકી સમાજ માં કર્તવ્ય ભાવ ઊભો કરવા જણાવ્યું હતું .

અ. ભા. રા. શૈક્ષિક સંઘ ના ઉપાધ્યક્ષ પ્રગ્નેશભાઈ શાહ – (વડોદરા) એ સંગઠનની ગતિવિધિ વિશે પરિચય કરાવતા જણાવ્યું કે *શૈક્ષિક સંઘમાં 10 લાખ થી બધુ શિક્ષકો સદસ્યતા ધરાવે છે. 27 રાજ્યો માં સંઘ કાર્યક્ષેત્ર ધરાવે છે . દેશ ની 1O0થી વધુ યુનિ ઓ માં કાર્યરત છે અને 150 યુનિ માં સમ્પર્ક ધરાવે છે .*
કાર્યક્રમ અધ્યક્ષ અને હે  ઉ ગુ યુનિ ના કુલપતિ ડૉ જે જે વોરા સાહેબે જણાવ્યું કે રાષ્ટ્ર પ્રત્યે નૉ કર્તવ્ય ભાવનું આચરણ  આજીવન રહેવું જોઇએ . તેઓએ વિવેકાનંદ ના રાષ્ટ્ર વાદ ને કર્તવ્ય રૂપે ગ્રહણ કરવા હંમેશ તત્પર રહેવા જણાવ્યું હતુ. રાષ્ટ્ર સંવેદનાથી દેદીપ્યમાન વિધ્યાર્થી ઘડતર પ્રક્રિયા એ જ  શિક્ષકોનું પ્રથમ કર્તવ્ય છે.
આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શૈક્ષિક સંઘ ની ટીમ એ  હે ઉ ગુ યુનિ પાટણ ના નવનિયુક્ત કુલપતિ શ્રી ડૉ જે જે વોરા સાહેબ નું શાલ – સ્મૃતિ ચિન્હ અને પુસ્તક થી સન્માન કર્યું હતુ . કાર્યક્રમ ને સફળ બનાવવા હે ઉ ગુ  યુનિ શૈક્ષિક સંઘ ના મહામંત્રી ડૉ જગદીશ પ્રજાપતિ , ઉપાધ્યક્ષ ડૉ એ કે પટેલ , સંયોજક ડૉ કે કે પટેલ , સહ સંયોજક ડૉ અતુલભાઈ કડિયા , ખજાનચી પ્રિ પ્રવીણભાઈ ચૌધરી , મંત્રી ડૉ જયંતીભાઈ ચૌધરી, સહમંત્રી ડૉ એ ઍમ શ્રોફ, ડૉ કે એસ ભટ્ટ સહિત સૌ હોદ્દેદારો એ જહેમત ઉઠાવી હતી. હાર્દિક ભાઈ પટેલએ  વ્યક્તિગત ગીત રજૂ કર્યું હતુ.  ડૉ ગોપાલ પટેલ એ ઉદઘોષક ની જવાબદારી નિભાવી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.