મોડાસાની તત્ત્વ એન્જી.કોલેજમાં એસ.ઓ.જી પોલીસે વિદ્યાર્થીઓ સાથે “એન્ટી ડ્રગ ડે” ની ઉજવણી કરી

(પ્રતિનિધિ) ભિલોડા, સમગ્ર વિશ્વમાં યુવાધન નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે દેશનું યુવાધન પણ ધીરે ધીરે આધુનિકતાના નામે ડ્રગના નશામાં ધકેલાઈ બરબાદીના પંથે ધકેલાતા યુવાધનને બચાવવા ૨૬મી જૂન ને વિશ્વમાં “એન્ટી ડ્રગ ડે” ની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસંધાને અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી પોલીસ પીએસઆઈ જાડેજા અને તેમની ટીમે મોડાસા શહેરની જાણીતી ત¥વ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળી “એન્ટી ડ્રગ ડે” ની ઉજવણી કરવામાં હતી.
શુક્રવારે અરવલ્લી જિલ્લા સ્પેશિયલ આૅપરેશન ગૃપ દ્વારા મોડાસાની તત્વ એન્જિનિયરિંગ કાલેજ ખાતે ડ્રગ્સ એટલે કે, માદક દ્રવ્યોના સેવનથી દૂર રાખવા સેમિનાર યોજાયો હતો. જેમાં એસ.ઓ.જીના પીએસઆઇ પી. આર. જાડેજા સહિતની તેમની ટીમ દ્વારા ડિપ્લોમા તેમજ ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને માદક પદાર્થોનું સેવન ન કરવા અંગે સૂચનો અને અને તેના સેવનથી થતા નુકસાન અંગેની જાણકારી આપવામાં આવી હતી. યુવાનોએ આ પ્રકારના નશાના સેવનનો ભોગ ન બને અને તેનાથી દૂર રહે તે માટે વિશેષ માર્ગદર્શનઆપવામાં આવ્યું હતું.અને એન.ડી.પી.એસ એક્ટના કાયદા અંગે વિદ્યાર્થીઓને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.