મોડાસા -પ્રજાસત્તાક પર્વની રંગા રંગ દબદબાભેર ભવ્ય ઉજવણી
ભિલોડા: અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ૨૬ જાન્યુઆરી ૭૦ મા પ્રજાસત્તાક પર્વની આન,બાન,શાન સાથે રાષ્ટ્રઘ્વજ ત્રિરંગા લહેરાવી સલામી આપી રંગારંગ દબદબાભેર ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મોડાસા શહેર ૭૧ મા પ્રજાસત્તાક દિન નીમીત્તે શહેરની સરકારી કચેરીઓ સહીત શહેર પણ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું શહેરના દરેક વિસ્તારમાં દેશભક્તિના ગીતો સતત દિવસભર ગુંજતા રહ્યા હતા.શહેરના નગરજનો મા ૭૧ મા પ્રજાસત્તાક પર્વનો અલભ્ય ઉત્સાહ વર્તાતો હતો શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ,સરકારી કચેરીઓ, મોડાસા નગરપાલિકા,તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયત,રાજકીય પક્ષોએ અને શહેરીજનોએ ૭૧ મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરી યાદગાર બનાવ્યો હતો શહેરીજનો તેમના નજીકના વિસ્તારમાં થતા ઘ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહી ત્રિરંગા ને સલામી આપી હતી
મોડાસા શહેરની લાયન્સ ક્લબ, મોડાસા નગરપાલિકા,શૈક્ષણિક સંસ્થાઓ જેવીકે મોડાસા કેળવણી મંડળ, ઘી.મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ,મખદૂમ કેળવણી મંડળ,મદની હાઈસ્કૂલ, સરસ્વતી વિદ્યાલય,ઘી ઘાંચી હાઈસ્કૂલ, કરમિયા ગર્લ્સ હાઈસ્કૂલ, સરસ્વતી બાલ મંદિર મંડળ, સહીત અર્ધ સરકારી કચેરીઓ દ્વારા ૭૧ મા પ્રજાસત્તાક દિન નીમીત્તે ઘ્વજવંદન,વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો,દેશભક્તિ ભાવના ઉજાગર કરતા નાટકો અને પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતા પ્રવચનો અને વક્તૃત્વ નું આયોજન કરવાની સાથે અભ્યાસમાં અને રમત-ગમત સહીત વિવિધ ક્ષેત્ર ઉતૃકૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
૬૫ મા વર્ષમાં સતત શૈક્ષણિક સેવાઓમાં અગ્રેસર અને મધ્યમ અને ગરીબ વર્ગ ના બાળકોમાં ઉચ્ચ શિક્ષણ આપતી સરસ્વતી બાલ મંદિર મંડળ ની રત્નદીપ સોસાયટીની શાખામાં ૭૦ મા પર્વની ઉજવણી મંડળમાં મુકુંદ શાહ અને હોદેદારો ની ઉપસ્થિતિ કરવામાં આવી હતી.