પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ પછી દક્ષિણ ૨૪ પરગણામાં પણ હિંસા ભડકી

મુર્શિદાબાદ, વક્ફ સંશોધિત કાયદાની સામે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ભડકેલી હિંસાએ ગંભીર સ્વરુપ ધારણ કરી લીધું છે. વિરોધ પ્રદર્શનની વચ્ચે ભડકેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ડઝનો લોકો ઘાયલ થયા છે.
હિંસામાં સામેલ ૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.મુર્શિદાબાદ પછી હિંસાની આગ દક્ષિણ ૨૪ પરગણા જિલ્લા સુધી પહોંચી ગઈ છે. જેમાં પોલીસ વાનને આગ લગાડી દેવામાં હોવાની ઘટના બની છે. જ્યારે કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે.
ત્યાં પોલીસ હુલ્લડખોરોને કાબુમાં લેવાની કોશિશ કરી રહી છે. જોકે, પરિસ્થિતિ એ હદ બેકાબુ થઈ ગઈ છે કે પશ્ચિમ બંગાળ પોલીસને બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ની મદદ લેવી પડી છે. આ મામલામાં ભાજપનું કહેવું છે કે, મમતા બેનરજીના નિવેદનને લીધે હિંસા ભડકી છે. ભાજપે મમતા બેનરજીની એક બાઇટ પોસ્ટ કરીને લખ્યું કે, ‘મમતા બેનરજી બંગાળ પરથી નિયંત્રણ ગુમાવી રહી છે.’
ઉલ્લેખનીય છે કે, ભાજપે જે વીડિયો શેયર કર્યાે એમાં મમતા બેનરજી કહી રહ્યા છે કે, જો એ(મુસ્લિમો) આંદોલનનું આહ્વાન કરે છે તો શું તમે(ભાજપ) સ્વયંને નિયંત્રિત કરી શકશો?આ નિવેદન પર ભાજપનું કહેવું હતું કે, આ નિવેદનબાજી ન હતી, પરંતુ લીલીઝંડી(મુસ્લિમોને) હતી. પશ્ચિમ બંગાળને અરાજકતામાં ધકેલું કોઈ દુર્ઘટના નહીં, પરંતુ નીતિ છે.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બે જૂથ વચ્ચેની હિંસામાં ત્રણ લોકોના મોત અને ડઝનો લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી હિન્દુઓના પલાયનના અહેવાલ સાંપડી રહ્યા છે. જેના ભાગરૂપે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજૂમદારે મુર્શિદાબાદના હિન્દુઓ માટે કંટ્રોલ રૂમ શરુ કર્યાે છે.SS1MS