મોડાસા ખાતે ગાયત્રી મહાયજ્ઞમાં ૧૦૮ આહુતિ આપવામાં આવી
મોડાસા; દેશના રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિનની ઉજવણી ગાયત્રી પરિવાર, મોડાસા આધ્યાત્મિક રુપે ઉજવણીકરવામાં આવી. રાષ્ટ્રના સંરક્ષણ સમર્થતા, સશક્તિકરણ અને ઉજ્જવળ પ્રગતિ માટે આ પ્રજાસત્તાક દિને ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે સામૂહિક ગાયત્રી મહાયજ્ઞમાં ૧૦૮ આહુતિ અર્પિત કરવામાં આવી.
આજના આ રાષ્ટ્રીય તહેવારની આ પવિત્ર ઉજવણીમાં કિરીટભાઈ સોની, કાન્તિભાઈ ચૌહાણ, હરેશભાઈ કંસારા, અમૃતભાઈ પટેલ,અરવિંદભાઈ કંસારા, પરેશભાઈ ભટ્ટ, કેશુભાઈ શર્મા, મનુભાઈ ભાટીયા સહિત અનેક ભાઈ બહેનો ઉપસ્થિત રહી રાષ્ટ્ર હિત માટે આહુતિ અર્પિત કરી હતી. ઉપસ્થિત સૌએ પર્યાવરણ બચાવો, સ્વચ્છતા અંગેની જાગૃતિ, વ્યસન મુક્તિ અભિયાન સહિત જનમાનસમાં રાષ્ટ્ર હિતની ભાવના જગાવવા માટેના અનેક કાર્યક્રમો વધુ વેગવાન બનાવવા સંકલ્પ કર્યા.