કલજીભાઈ કટારા આર્ટસ કોલેજમાં એન્ટ્રપ્રેનરશિપ ડેવલોપમેન્ટ સેલ ખુલ્લું મુકાયું
મોડાસા: અરવલ્લી જિલ્લામાં શામળાજી કોલેજ આ વિસ્તારના વિદ્યાર્થીઓનો વધુ ને વધુ સર્વાંગી વિકાસ થાય અને વૈશ્વિક કક્ષાએ સફળતા મેળવે એના માટે કાર્યરત છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કોલેજ દ્વારા ચાલુ કરવામાં આવે છે. તારીખ 25 1 2020 ના રોજ કોલેજમાં એન્ટરટેનર ડેવલપમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવી હતી.
જેના ઉદ્ઘાટન પ્રસંગે શામળાજી પ્રદેશ કેળવણી મંડળ ના ટ્રસ્ટી દિલીપભાઈ કટારા સમારંભ અધ્યક્ષ તરીકે હાજર રહ્યા હતા. એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલપમેન્ટ સેલના ઉદ્ઘાટક તરીકે યુ.એસ.એથી ઉપસ્થિત પ્રોફેસર રાજ જસવા કે જેઓ આઇઆઇટી બોમ્બે અને આઈઆઈટી ગાંધીનગર ના વિઝીટીંગ પ્રોફેસર છે એ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિલ્સ ગ્લોબલ ચેરિટેબલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સત્યજિત કુલકર્ણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આઇઆઇટી બોમ્બે અને આઈઆઈટી ગાંધીનગર ના કુલ ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓ કોલેજ માં હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં ED Cell નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અજય પટેલ દ્વારા આ વિસ્તારમાં ED Cellનું શું મહત્વ શુ છે એના પર પ્રકાશ નાખ્યો હતો કે આજના સમયમાં વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે અને તેનું રૂપાંતર સ્વ આજીવિકા થી શરૂ કરીને નોકરીદાતા સુધીની ભૂમિકા સ્વયં રચી શકાય એ માટે ED Cell આ કોલેજ અને વિસ્તારમાં અગત્યના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થશે એવી ચાવીરૂપ ભૂમિકા અને અર્થબોધ પૂરો પાડ્યો હતો.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. સમીર પટેલ અને ડૉ. એ કે યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ડોક્ટર હેમંત પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.