નાગપુરમાં ૧૯ વર્ષની યુવતીને બેભાન કરી બળાત્કાર ગુજારાયો
નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં ૧૯ વર્ષની યુવતીની સાથે કહેવાતી રીતે બળાત્કાર કરવાનો અને પ્રાઇવેટ પાટ્ર્સમાં લોખંડનો સળીયો નાખવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ધટના ગત મંગળવાર ૨૧ જાન્યુઆરીની છે ૫૨ વર્ષીય આરોપી યોગીલાલ રહંગદાલે એક કપડાની મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે.
પોલીસ ઇસ્પેકટર સુનીલ ચવ્હાણે જણાવ્યું હતું કે મહિલાનો ભાઇ અને અન્ય મહિલા કોઇ કામથી ૨૧ જાન્યુઆરીએ પોતાના ગામ ગયા હતાં ત્યારે યુવતી પર આરોપીઓએ હુમલો કર્યો ઘર પર યુવતીને એકલી જાઇ આરોપીએ તેની સાથે રેપ કરવાનો પ્રયાસ કર્યો જયારે યુવતીએ વિરોધ કર્યો તો આરોપીઓને તેના મોં પર કપડુ નાખી દીધુ અને યુવતી બેભાન થઇ ગઇ તો તેની સાથે રેપ કર્યો અને તના પ્રાઇવેટ પાટ્ર્સમાં લોખંડનો સળીયો નાખી દીધો યુવતીએ પોતાના ભાઇને આ ધટનાની જાણ કર્યા બાદ ત્રણ દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.