Western Times News

Gujarati News

રિલાયન્સ જ્વેલ્સે બેલા કલેકશન અને સ્પેશિયલ ઓફર્સ સાથે નવા વર્ષની ફેસ્ટિવિટીઝનો ઉમેરો કર્યો

ભારતની સૌથી વિશ્વાસુ જ્વેલરી  બ્રાન્ડ્સમાંથી એક રિલાયન્સ જ્વેલ્સે તેનું નવું બેલા કલેકશન

મકાલીન સ્ટાઈલિશ જ્વેલરી લોન્ચ કર્યું છે, જે હોલીડેનો જોશ વધારે છે, બેલા કલેકશન તેની મિનિમાલિસ્ટિક અને ટ્રેન્ડી ડિઝાઈનો સાથે રોજબરોજના વેરામાં આધુનિક નારી દ્વારા ઈચ્છિત મનોહરતા અને સ્ટાઈલ નિખારે છે. બેલા કલેકશન તેની અજોડ સ્ટાઈલ સાથે ઉત્કૃષ્ટ ગિફ્ટિંગ વિકલ્પ પણ બને છે.

રેન્જ બારીકાઈથી હસ્તકળા કારીગરી કરવામાં આવી છે અને તેમાં રોઝ ગોલ્ડ અને વ્હાઈટ ગોલ્ડમાં નેકલેસ અને બ્રેસલેટ્સના વજનમાં હલકા, આધુનિક અને સમકાલીન નંગો અને ડાયમંડ બ્રેસલેટ્સનો સમાવેશ થાય છે. આ ખાસ તૈયાર કરાયેલું કલેકશન નિશ્ચિત જ હોલીડેની ખુશીમાં ઉમેરો કરશે અને તેની મનોહરતા માટે યાદ રહેશે.

ઉપરાંત રિલાયન્સ જ્વેલ્સે હોલીડેની ઉજવણી ચાલુ રાખતાં નવા વર્ષની ઓફરની પણ ઘોષણા કરી છે, જે હોલીડેની ખુશી/ઉજનવણી ચાલુ રાખે છે. ઓફરમાં તેની ગોલ્ડ જ્વેલરી માટે મેકિંગ  ચાર્જીસ પર ફ્લેટ ૨૦ ટકા ડિસ્કાઉન્ટ અને ડાયમંડ જ્વેલરી પર ફ્લેટ ૨૦ ટકા છૂટનો સમાવેશ થાય છે.

આ ઓફર ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી લાગુ રહેશે અને મહેમાનો ઝાકઝમાળભરી અવિસ્મરણીય નોંધ સાથે તેનું નવું વર્ષ શરૂ કરી શકે છે. નિયમો અને શરતો લાગુ.

આ લોન્ચ વિશે બોલતાં રિલાયન્સ જ્વેલ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “રિલાયન્સ જ્વેલ્સમાં અમે અમારા મહેમાનોને ઉત્તમ ઓફર કરવા પર ભાર આપીએ છીએ. નવું રજૂ કરાયેલું બેલા કલેકશન તેની મનોહરતા અને એફોર્ડેબલ કિંમત સાથે આજની નારીની જ્વેલરીની જરૂરતોને પહોંચી વળે છે.

આ વિશેષ અવસરે પોતાને અથવા વહાલાજનને અમૂલ્ય ભેટ બની શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમને ખાતરી છે કે આ કલેકશન અમારા મહેમાનો દ્વારા મન:પૂર્વક સ્વીકારાશે અને તેમની ચમત્કારી ઉજવણીને વધુ બહેતર બનાવશે અને હોલીડેની સીઝનને વધુ અવિસ્મરણીય બનાવશે. નવા વર્ષની ઓફર સાથે અમારા મહેમાનો હવે ડિસ્કાઉન્ટ મેળવી શકે છે અને ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી અમારા શોરૂમોમાં બેલા અને અન્ય ગોલ્ડ અને ડાયમંડ કલેકશન માણી શકે છે.”

બેલા `૫૦૦૦થી શરૂ થતી રેન્જ સાથે એફોર્ડેબલ કિંમતે ઓફર કરાય છે અને રિલાયન્સ જ્વેલર્સના સ્ટેન્ડઅલોન શોરૂમો અને ટ્રેન્ડ્સમાં મોજૂદ શોપ-ઈન શોપ્સ અને પ્રોજેક્ટ ઈવ આઉટલેટ્સમાં તે ઉપલબ્ધ થશે. સુંદર બે ડાયમંડ રેખાના બ્રેસલેટ્સ `૬૯,૯૯૯થી શરૂ થતી વિશેષ કિંમતે મળશે અને તેમના વિશેષ અવસરમાં ઝાકઝમાળનો ઉમેરો કરે તે રીતે ખાસ તયાર કરવામાં આવ્યા છે. હોલીડેની ઉજવણીઓ માટે આ ઉત્તમ ભેટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.