કાશ્મીરમાં પંચાયતોની પેટાચુંટણી કરાવવા માટેની તૈયારીઓ શરૂ

જમ્મુ, કાશ્મીરમાં ખાલી પડેલ લગભગ ૧૨ હજાર વિસ્તારોમાં સરપંચો અને પંચોની પેટાચુંટણી કરાવવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને આશા કરવામા આવી રહી છે કે આ ચુંટણી આગામી મહીનાના અંત સુધીમાં કરાવી દેવામાં આવે ગત વર્ષ ગાટીના આ વિસ્તારોમાં ચુંટણી પ્રક્રિયા એટલા માટે પુરી થઇ શકી ન હતી કે ત્યાં એક બાજુ ઉગ્રવાદીઓનું દબાણ હતું તો બાજીબાજુ મુખ્યધારાના મોટભાગના સંગઠનોએ ચુંટણી પ્રક્રિયાથી દુર રહેવાની જાહેરાત કરી હતી ત્યારબાદ પણ જમ્મુ અને સદ્દાખની તમામ વિસ્તારોના ઉપરાંત ઘાટીમાં ૫૦ ટકા વિસ્તારોમાં આ ચુંટણી થઇ શકી આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા એ જરૂરી માનવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારોમાં ચુંટણી થઇ ન હતી ત્યાં પણ આ પ્રક્રિયાને પુરી કરવામાં આવે અને ત્યારબાદ પણ સમજવામાં આવી રહ્યાં છે કે ગત વર્ષની સરખામણીમાં પરિસ્થિતિઓમાં મોટો સુધાર આવ્યો છે જો કે હજુ એ સ્પષ્ટ નથી કે મુખ્યધારાના કેટલાક મોટા ક્ષેત્રીય સંગઠન શું વલણ અપનાવે છે જો કે આ ચુંટણી પાર્ટી લાઇનો ઉપર થઇ રહી નથી.
લોકોને ઉદ્રવાદના દબાણમાંથી બહાર લાવવા માટે અનેક રીતના પગલા ઉઠાવવામાં આવ્યા છે અને સુરક્ષાનો અનુભવ કરાવવા માટે એક મોટું પગલું એ પણ ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી છે પંચો સરપંચોને સરકારી રીતે વીમો ઉતારવામાં આવી રહ્યો છે આ સાથે જ ચુંટણીમાં અવરોઘ ઉભા કરનારાઓની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે વિધાનસભા ચુંટણી કયારે થશે.
જો કે પહેલા જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા વિસ્તારનું સીમાકન કરાવવાનું અનિવાર્ય જોવા મળી રહ્યું છે આથી એ મહત્વપૂર્ણ પ્રક્રિયા કેટલા સમયમાં પુરી થઇ જાય છે તેની માહિતી તો આવનાર સમયમાં જ જાણી શકાશે. જયારે નવા પ્રશાસનનો મોટો પ્રયાસ એ જોવા મળી રહ્યો છે કે મૂળ લોકતાંત્રિક એકમોને પ્રભાવી અને સત્તાવાર બનાવવામાં આવે જેથી વિકાસ પ્રક્રિયામાં જનતાની ભાગીદારીને સુનિશ્ચિ બનાવવામાં આવે તેના માટે બંધારણના ૭૩માં અને ૭૪માં સુધારાને લાગુ કરવી એક મહત્વપૂર્ણ જવાબદારી માનવામાં આવી રહી છે.આ સંસ્થાનોને વધુમાં વધુ વિકાસ રકમ અને અધિકાર ઉપલબ્ધ કરાવવાના ક્રમ શરૂ કરી દેવામાં આવી છે તથા ૩ સ્તરીય પંચાયતી રાજ લાગુ કરવા માટે પગલુ ઉઠાવવામાં આવી રહ્યું છે.