Western Times News

Gujarati News

એએમયુના ૭૦૦ છાત્રો પર ફરી કેસઃ ૧૪૪ તોડવાનો આરોપ

નવીદિલ્હી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ)ના છાત્રો પર કેસ કરવાના મામલા કરવાનો સીલસીલો ચાલુ છે નવા કેસ દાખલકરવાનો મામલો બે દિવસ પહેલા એએમયુના વાઇસ ચાંસલરની વિરૂધ્ધ સુત્રચ્ચારનો છે. એએમયુના વાઇસ ચાંસલની વિરૂધ્ધ સુત્રોચ્ચારના મામલામાં પોલીસે ચાર છાત્રોને હિરાસતમાં લેવામાં આવ્યા હતાં. જેમાંથી એક છાત્રને કલમ ૧૫૧ હેઠળ જેલ મોકલી દેવામાં આવ્યો તેની ધરપકડની વિરૂધ્ધ છાત્ર એકમને લઇ ચુંગી ગેટ પર છાત્રાઓએ પ્રદર્શન કર્યા હતાં. હવે આ પ્રદર્શન પર અલીગઢ પોલીસે ૬૦૦થી ૭૦૦ એએમયુ સ્ટુડેંટ્‌સની વિરૂધ્ધ કેસ દાખલ કર્યા છે તેમના પર કલમ ૧૪૪નો ભંગ કરવાનો આરોપ છે આ કેસ ૨૭ જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યો છે.દાખલ કેસમાં કહેવામાં આવ્યું છે કે પ્રદર્શનકારી છાત્રોએ ચુંગીની સામે જમાલપુર પોલીસ જવાનો રોડ જામ કરી દીધો હતો.આ પહેલા ગત અઠવાડીયે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી નિકળેલ છાત્ર નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા હતાં સીએએની વિરૂધ્ધ કેમ્પસમાં પ્રદર્શન દરમિયાન છાત્ર નેતાઓ નદીમ અંસારી અને હમજા સુરયાને પ્રોકટર અને પ્રોકટોરિયલ ટીમની સાથે અભદ્રતાની હતી. આ મામલામાં યુનિવર્સિટી સુરક્ષા કર્મચારીઓ તરફથી આપવામાં આવેલ ફરિયાદના આધાર પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.