શાકભાજી ઉત્પાદનમાં યુપીને પછાડ પશ્ચિમ બંગાળ અવ્વલ
કોલકતા, નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન શાકભાજી ઉત્પાદન મામલામાં ઉત્તરપ્રદેશને પાછળ છોડતા પશ્ચિમ બંગાળ સૌથી આગળ રહ્યું છે જયારે ગુજરાત સૌથી નીચલા સ્થાન પર ચાલી ગયુ છે.કેન્દ્ર સરકાર તરફથી તાજેતરમાં જારી કરવામાં આવેલ બાગાયતી ઉત્પાદન આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.
રાજયવાર બાગાયતી ઉત્પાદનના આંકડા અનુસાર નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પશ્ચિમ બંગાળમાં શાકભાજીનું ઉત્પાદન ૨.૯૫ કરોડ ટન રહ્યું છે આ દરમિયાન આ દેશમં કોઇ રાજયમાં સૌથી વધુ શાકભાજી ઉત્પાદન છે ઉત્તરપ્રદેશ આ મામલામાં બીજા સ્થાન પર રહ્યું છે ઉત્તરપ્રદેશમાં શાકભાજી ઉત્પાદન ૨.૭૭ કરોડ ટન રહ્યું.
આ ગત વર્ષ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૨.૭૭ કરોડ ટનના ઉત્પાદન સાથે પશ્ચિમ બંગાળ બીજા સ્થાન પર રહ્યું હતું તે સમયે ઉત્તરપ્રદેશ ૨.૮૩ કરોડ ટનના ઉત્પાદનની સાથે ટોપ પર હતું આંકડા અનુસાર ૨૦૧૮-૧૯માં દેશમાં કુલ શાકભાજી ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળનો હિસ્સો ૧૫.૯ ટકા રહ્યું કુલ શાકભાજી ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશનો હિસ્સો ૧૪.૯ ટકા,મધ્યપ્રદેશનું ૯.૬ ટકા બિહારનો ૯ ટકા અને ગુજરાતનો ૬.૮ ટકા રહ્યું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના કૃષિ સલાહકાર પ્રદીપકુમાર મજુમદારે કહ્યું કે આ એક સારી ઉપલબ્ધી છે અને તેનો શ્રેય અમારા કિસાનોને જાય છે.તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્દેશનમાં અમે કિસાનોની આવક વધારવામાં મદદ કરી રહી છે અને ઉત્પાદનમાં પણ વધારો થઇ રહ્યો છે.