Western Times News

Gujarati News

શ્રીલંકામાં સીતા માતાનું ભવ્ય મંદિર કમલનાથ સરકાર બનાવશે

ભોપાલ, કમલનાથ સરકાર શ્રીલંકામાં ભવ્ય સીતા મંદિરનું નિર્માણ કરવા જઈ રહી છે. જેના માટે મધ્ય પ્રદેશ અને શ્રીલંકાના અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવશે. સત્તાવાર જાણકારી મુજબ કમલનાથ મંત્રાલયમાં જનસંપર્ક મંત્રી પીસી શર્માના નેતૃત્વમાં પહોંચેલા પ્રતિનિધિ મંડળ સાથે બેઠકમાં ચર્ચા કરશે રિપોટ્‌ર્સ મુજબ મંદિર એ જગ્યાએ જ બનશે જ્યાં સીતા માતાને રાખવામાં આવ્યાં હતાં.

મુખ્યમંત્રી કમલનાથે આૅફિસરને સમિતિ બનાવી કાર્ય યોજના બનાવવાના નિર્દેશ આપ્યા છે. સરકારે આ મંદિર માટે આગામી બજેટ સત્રમાં અલગ રાશિ રાખવામાં આવશે. મંત્રાલયમાં થયેલ એક બેઠક દરમિયાન સીએમ કમલનાથે કહ્યું કે પ્રદેશ સરકાર શ્રીલંકામાં એ જગ્યાએ જ સીતા મંદિર બનાવાશે જ્યાં તેમને રાખવામાં આવ્યાં હતાં. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા કે મંદિર નિર્માણ અને સાંચીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બૌદ્ધ સંગ્રહાલય, અધ્યયન અને પ્રશિક્ષણ કેન્દ્ર બનાવવા માટે શીઘ્ર જ યોજના બનાવો અને તેનું ક્રિયાન્વયન કરો.

આ સમિતિ મંદિર નિર્માણના કાર્યો પર સતત નજર રખાશે, જેનાથી સમય સીમામાં મંદિરનું નિર્માણ થઈ શકે. તેમણે કહ્યું કે મંદિરના ડિઝાઈનને અંતિમ રૂપ આપવામાં આવે અને તેના માટે આ નાણાકીય વર્ષમાં જરૂરી ધન રાશિ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેનાથી મંદિરનું શીઘ્ર નિર્માણ થઈ શકે. જનસંપર્ક મંત્રી પીસી શર્માએ હાલમાં જ શ્રીલંકા યાત્રા દરમિયાન સીતા મંદિરના નિર્માણ સંબંધમાં ત્યાંની સરકાર સાથે ચર્ચા કરી જાણકારી આપી. શર્માએ કહ્યું કે જો સારી વાયુ સેનાઓ ઉપલબ્ધ થાય તો શ્રીલંકા સહિત બૌદ્ધ ધર્મને માનનારા અન્ય દેશોમાં રહેતા શ્રદ્ધાળુઓ માટે રાંચીમાં આવવાની સુવિધા થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.