દેશના ૧ કરોડ યુવાનોએ રોજગારી ગુમાવી, મોદી આ અંગે કંઈ ન બોલ્યા: રાહુલ ગાંધી
જયપુર, યુવા આક્રોશ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગત વર્ષે દેશના એક કરોડ યુવાનોની રોજગારી છીનવાઈ પરંતુ વડાપ્રધાને આ અંગે મૌન ધારણ કરી લીધું હતું સીએએ,એનઆરસી અને એનપીઆર અંગે લાંબા ભાષણ આપનારા મોદી આ અંગે કંઈ નથી કહેતા. જયપુરના અલ્બર્ટ હોલમાં યોજાયેલી સભામાં રાહુલે કહ્યું કે યુપીએ સરકારના સમયે દેશનો ગ્રોથ રેટ ૯ ટકા હતો, જે હવે ઘટીને ૫ ટકા થઈ ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે,અમે ગરીબોને પૈસા આપતા હતા, જેનાથી બજારનો વેપાર વધતો હતો અને ગ્રોથ થતો હતો પરંતુ મોદીએ ઈકોનોમિક્સનો અભ્યા કર્યો નથી, એટલા માટે આ વાત તેમને સમજાતી નથી.
રાહુલે કહ્યું કે, દેશનો દરેક યુવાન હાલની પરિસ્થિતિ સમજે છે. દરેક દેશ પાસે કોઈ ન કોઈ મૂડી હોય છે. અમેરિકા પાસે હથિયાર, સૌથી મોટી નેવી, એરફોર્સ અને આર્મી છે.
સાઉદી પાસે તેલ છે. હિન્દુસ્તાન પાસે કરોડો યુવાન છે. આપણી પાસે બીજું કંઈ નથી. ઓબામાએ કહ્યું હતું કે, ચાઈના અને હિન્દુસ્તાનનો મુકાબલો અમેરિકા નહીં કરી શકે. આખી દુનિયામાંથી લોકો હિન્દુસ્તાનના યુવાનો પાસે ઈન્વેસ્ટ કરવા માટે આવતા હતા, કારણ કે તે તમારામાં વિશ્વાસ રાખતા હતા.
આખી દુનિયામાંથી લોકો ભારતમાં રોકાણ કરવા માટે આવે છે, કારણ કે એ લોકોને તમારામાં વિશ્વાસ છે. પરંતુ આજે હું ઘણા દુઃખ સાથે કહું છું કે, ૨૧મી સદીનું ભારત તેની મૂડીને બરબાદ કરી રહ્યું છે. જે તમે દેશ માટે કરી શકો છો, તેને સરકાર અને આપણા પીએમ થવા નહીં દે. આજે હિન્દુસ્તાનના યુવાનો કોલેજ શાળામાં અભ્યાસ કરે છે, તેમણ છતા તેમને રોજગારી મળતી નથી. ગત વર્ષે ભારતમાં એક કરોડ યુવાનોએ રોજગારી ગુમાની. આપણા પીએમ જ્યાં પણ જાય છે, લાંબા લાંબા ભાષણ આપે છે. એનઆરસી,સીએએ અને એનપીઆરની વાતો કરે છે, પરંતુ જે સૌથી મોટી સમસ્યા છે એના વિશે આપણા પીએમ એક પણ શબ્દ નથી કહેતા.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, તમારા ખિસ્સામાંથી ૩ લાખ ૫૦ હજાર કરોડ રૂપિયા કાઢીને મોદી ૧૫ સૌથી અમીર લોકોનું દેવું માફ કરાવ્યું છે. થોડાક મહિના પહેલા ૧ લાખ ૫૦ હજાર કરોડ રૂપિયાનો ટેક્સ માફ કર્યો. જેવું જ ગરીબો પાસેથી યુવાનો પાસેથી પૈસા ગયા તેમને બજારમાં ખરીદી કરવાનું બંધ કરી દીધું હતું. આનાથી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ અને રોજગારી છીનવાઈ ગઈ. કોઈને પણ પુછી લો જીએસટીથી શું ફાયદો થયો? કોઈ નહીં બોલે. માત્ર અંબાણી અને અદાણીને ફાયદો થયો. પોતે નરેન્દ્ર મોદીને હજુ સુધી કંઈ સમજાયું નથી કે ય્જી્ શું છે. ૮ વર્ષના બાળકને પુછી લો, નોટબંધીથી ફાયદો થયો કે નુકસાન. તો કહેશે નુકસાન થયું છે.
રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું કે, આક્રોશ રેલીમાં બેરોજગારી, આર્થિક સંકટ,જીડીપી અને મોંઘવારીના મુદ્દાઓ પર વધું ભાર આપવામાં આવશે. કેન્દ્ર સરકાર આ તમામ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં લાગી ગઈ છે અને રાહુલ ગાંધી આ મુદ્દાઓ પર જ જનતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. પાયલટે વધુમાં કહ્યું કે, સરકાર રોજગાર માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કાઢી શકે. જેના કારણે આજે બેરોજગારી દર ૪૫ વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે છે. દેશના યુવા વર્ગને દર વર્ષે ૨ કરોડ નોકરી આપવાનું સપનું બતાવનારી ભાજપ સરકારની જનવિરોધી નીતિઓના કારણે મુખ્ય ૭ સેક્ટરોમાં પાંચ વર્ષમાં ૩.૬૪ કરોડ લોકો બેરોજગાર બન્યા છે.