ફેસબુક પર નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખને બદનામ કરતી પોસ્ટે ભારે વિવાદ જગાડ્યો

હાર્દિક ભટ્ટે પોલીસમાં અરજી આપી પોસ્ટ કરનાર અને ગ્રુપના એડમિન સામે પોલીસ ફરિયાદ કરવા માંગ કરી
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખના ફોટા વાળી ફેસબુક પર ફરતી થયેલી એક પોસ્ટે ભારે વિવાદ જગાડ્યો છે આ બાબતે કોંગ્રેસ પ્રમુખે નડિયાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને આવી પોસ્ટ કરનાર સામે પગલાં ભરવા માંગ કરી છે
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે લેખિતમાં આપેલી ફરિયાદ માં જણાવ્યું છે કે તારીખ ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ફેસબુક પેજ ઉપર સંતરામ મંદિર નામના ગ્રુપમાં કોઈ અસામાજિક તત્વ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. તેમાં કોંગ્રેસને ઉલ્લેખ કરીને એક પોસ્ટ મૂકવામાં આવેલ છે જેમાં દર્શાવ્યું છે કે દેશ વિરોધી પોસ્ટ કરનારને કોંગ્રેસના નેતાઓ પોલીસ સ્ટેશનમાં છોડાવવા આવ્યા હતા.
અંતરિક્ષ મહેતાના નામનો ઉલ્લેખ કર્યો છે તે વ્યક્તિ છેલ્લા બે વર્ષથી અમારા સંપર્કમાં પણ નથી અને કોંગ્રેસ પક્ષનો કોઈપણ હોદ્દેદાર પણ નથી. તેમ છતાં આ ફોટો શેર કરીને નડિયાદ શહેરના અન્ય હોદ્દેદારો તથા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારો ફોટો દર્શાવીને સંતરામ મંદિરના ફેસબુક પેજમાં અપલોડ કરીને ધાર્મિક લાગણી તથા હાલમાં ચાલતી પરિસ્થિતિને ધ્યાન પર લઈ દેશવિરોધી કૃત્ય કરેલ જણાય છે.
સંતરામ મંદિર વિશ્વપ્રસિદ્ધ છે અને તેના એડમીન દ્વારા આ પોસ્ટને એપ્રુવ આપવામાં આવેલ છે. હાલમાં દેશમાં જે પ્રકારે પરિસ્થિતિ ચાલી રહી છે. ત્યારે આ પોસ્ટ કરવી અને તેને સામર્થ્ય આપવી અને અપલોડ કરવી તે અને તે પણ સંતરામ મંદિરના ગ્રુપમાં યોગ્ય નથી
તથા અમો દેશની સૌથી જૂની પાર્ટી એવા ભારતીય નેશનલ કોંગ્રેસના નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે ગ્રુપના જે પણ કોઈ એડમીન હોય તેમની વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા અને ગુનો દાખલ કરવા માંગણી કરી છે