રશિયાના પૂર્વ મંત્રીએ ગોળી મારી આત્મહત્યા કરી

મોસ્કો, રશિયાના પરિવહન મંત્રી રોમન સ્ટારોવોય (૫૩)ને ભ્રષ્ટાચારના કથિત આરોપ હેઠળ સોમવારે પદભ્રષ્ટ થયાના કલાકોની અંદર જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રાન્સપોર્ટ મંત્રી રોમન સ્ટારોવોયને પદથી બરખાસ્ત કર્યા હતા. રોમન મે ૨૦૨૪ સુધી આ પદ પર રહ્યા હતા. તેમને પદભ્રષ્ટ શા માટે કરાયા તેનું કારણ જણાવાયું નહતું.
પ્રાપ્ત વિગતો મુજબ વિતેલા સપ્તાહમાં કિવ દ્વારા ડ્રોન હુમલાની ધમકીઓ બાદ સંખ્યાબંધ ફ્લાઈટ્સને નીચે ઉતારાતા એરપોર્ટ પર ભારે અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો.
સોમવારે તેમને રાષ્ટ્રપતિના હુકમનામાં હેઠળ પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. મંત્રીની હત્યા બાદ રશિયન આર્મીના પૂર્વ ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ અને પુતિનના નિકટના ગણાતા જનરલ ખલીલ આર્સલાનોવને ૧૭ વર્ષની જેલની સજા ફટકારાતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.
સરકારી ન્યુઝ એજન્સી ટાસના મતે આર્સલાનોવને રક્ષા મંત્રાલય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટ્સમાં ૧.૬ અબજ રૂબલ (૧૨.૭ મિલિયન ડોલર)ના કૌભાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. રશિયાની મિલિટરી કોર્ટમાં બંધ દરવાજે થયેલી કાર્યવાહીમાં આર્સલાનોવ અને તેના સહયોગીઓ વિરુદ્ધ પુરાવા સાબિત થયા હતા અને તેમણે વોએનટેલીકોમ નામની કંપની સાથે છેતરપિંડી આચરીને કરોડોનું સરકારી ભંડોળ સગેવગે કર્યું હતું. આ કંપની રશિયન આર્મી માટે ટેલિકોમ ડિવાઈસ તથા સેવા પૂરી પાડે છે.
આર્સલાનોવને ૧૨ મિલિયન રૂબલની લાંચના અન્ય કેસમાં પણ દોષી ઠેરવવામાં આવ્યા હતા.રશિયાએ યુક્રેન પર ૧૦૦ જેટલા ડ્રોન વડે સોમવારે કરેલા હુમલામાં ૧૧ નાગરિકોના મોત થયા હતા તથા ૮૦થી વધુ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોમાં સાત બાળકોનો પણ સમાવેશ થયો હતો. રશિયાએ છેલ્લા કેટલાક સપ્તાહમાં યુક્રેન પર હવાઈ હુમલાની સંખ્યામાં વધારો કર્યાે છે.
રશિયાએ એક સપ્તાહ દરમિયાન યુક્રેનના વિવિધ શહેરો પર ૧,૨૭૦ ડ્રોન અને ૩૯ મિસાઈલથી હુમલાઓ કર્યા હતા અને એક હજારથી વધુ શક્તિશાળી બોમ્બ પણ ફેંક્યા હોવાનું યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું.SS1MS