Western Times News

Gujarati News

૧૪૨ના વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર શાહી મામેરૂં રહ્યું

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત ૧૪૨મી રથયાત્રા તા.૪થી જૂલાઇએ શહેરમાં નીકળનાર છે ત્યારે તે પહેલાં ભગવાન જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પહેલાની પરંપરાગત વિધિ અને પ્રથાનો તબક્કો પણ મહત્વનો બની રહેતો હોય છે. આજે આ પરંપરાના ભાગરૂપે ભગવાન જગન્નાથજીનું વિશેષ યજનાનો દ્વારા કરવામાં આવતું મામેરાની વિધિ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી.

જા કે, આજના મામેરાની વિશેષતા અને મહાત્મ્યતા એ હતી કે, ૧૪૨ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર જમાલપુર ખાતેના નિજમંદિરમાં ભગવાનનું આ મામેરૂં ભવ્ય રજવાડી ઠાઠમાઠ અને શાહી દબદબા અને રામાનંદી સંપ્રદાયની પરંપરા સાથે કરવામાં આવ્યું હતું. શણગારેલા આઠ ગજરાજ, ૧૦૮ કળશ, બગીગાડી, છત્ર છડી, બેન્ડવાજા, ઢોલ-નગારા અને ત્રાંસા સાથે સાથે ભવ્યાતિભવ્ય મામેરાની વિધિ સંપન્ન કરાઇ હતી, જેને લઇ આ વખતે ૧૪૨ વર્ષમાં સૌપ્રથમવાર આ પરંપરા બહુ નોંધનીય બની રહી હતી.

૧૪૨ વર્ષના ઇતિહાસમાં આ નવી પરંપરા શરૂ થવા પાછળનું કારણ, જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ભગવાને આ વખતે તેમનું મામેરું શાહી ઠાઠમાઠ અને ભવ્યતાથી કરવા અંગે સંકેત-પ્રેરણા આપતાં મહંત દિલીપદાસજીએ આ વખતે ભગવાનની પ્રેરણા મુજબ, ભવ્યાતિભવ્ય અને શાહી ઠાઠ સાથે દબદબાભેર મામેરૂં કરાવ્યું હતું. રથયાત્રાના દિવસે ભગવાનના મોસાળ સરસપુર ખાતે કરવામાં આવતું મામેરું એ અલગ હોય છે અને રથયાત્રાના ચાર દિવસ પહેલા વિશેષ યજમાનો દ્વારા ભગવાનના નિજમંદિરમાં કરવામાં આવતું ભગવાનનું મામેરું એ અલગ હોય છે આમ, બંને મામેરાં અને તેની મહાત્મ્યતા વિશેષ અને જુદી છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ચાર-પાંચ દિવસ પહેલાંથી જ અનેક પ્રકારની વિધિઓ, પરંપરા અને ધાર્મિક પ્રથાઓનું અનુસરણ કરવામાં આવતુ હોય છે. જેમાં રથયાત્રાના ચાર દિવસ પહેલાં ભગવાન જગન્નાથજીનું વિશેષ યજમાનો દ્વારા નિજમંદિરમાં વિશેષ મામેરું કરવામાં આવતું હોય છે. જા કે, તે દર વર્ષે કોઇ શાહી ઠાઠમાઠ વિના કે ભવ્ય ઝાકઝમાળ વિના યથાશકિત પ્રમાણસર ધાર્મિક દબદબા સાથે આ મામેરું કરવામાં આવતું હોય છે.

પરંતુ આ વખતે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી દ્વારા દિવ્ય સંકેત અને પ્રેરણા થયા હતા કે, તેમનું નિજમંદિરમાં કરવામાં આવતું મામેરું ભવ્યાતિભવ્ય અને શાહી ઠાઠમાઠ મુજબ જ કરવામાં આવે. ભગવાનના આ સંકેત અને પ્રેરણાને મહંતશ્રીએ તાત્કાલિક અમલવારી માટે સૂચના આપી તેનું આ વખતથી રથયાત્રા પહેલા પાલન કરાવ્યું હતું. આજે વહેલી સવારે ૯-૩૦ વાગ્યાથી નિજમંદિરમાં શણગારેલા આઠ ગજરાજા, ૧૦૮ કળશ, બગીગાડી, છત્ર છડી, બેન્ડવાજા, ઢોલ-નગારા અને ત્રાંસા સાથે તેમ જ રાસ-ગરબાની રમઝટ વચ્ચે ભગવાનનું ભવ્યાતિભવ્ય અને તેમની ઇચ્છા મુજબનું શાહી ઠાઠમાઠ સાથેનું મામેરું કરવામાં આવ્યું હતું.

મામેરામાં વિશેષ યજમાનો પરેન્દુ ભગત, ભૂષણ ભટ્ટ, સુધાબહેન બ્રહ્મભટ્ટ સહિતના યજમાનો દ્વારા કરાયેલા મામેરામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના અલંકારિક વ†ો, દર-દાગીના, આકર્ષક શાજ-શણગારની અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો. આ મામેરામાં રથયાત્રાની અષાઢી બીજ પહેલા અમાસ, એકમ, બીજ અને ત્રીજ સુધીના અલંકારિક વ†ો, દરદાગીના, સાજ શણગાર હોય છે, જે દરેક દિવસે ભગવાનને ધરાવી તે મુજબ સાજ શણગાર કરાતો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.