Western Times News

Gujarati News

રથયાત્રા પૂર્વે શહેરમાં પોલીસનું ગ્રાન્ડ રીહર્સલ

(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ)

સવારે સાત વાગ્યાથી રીહર્સલ શરૂ : પોલીસ કમિશ્નરે રીહર્સલની
આગેવાની લીધી : રપ હજાર કર્મીઓ જાડાયા

(પ્રતિનિધિ) અમદાવાદ : આગામી અષાઢીબીજને ગુરૂવારે શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪રમી રથયાત્રાને લઈને શહેર પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. ભૂતકાળમાં રથયાત્રાના પર્વ દરમિયાન શહેરમાં બનેલા અઘટિત બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર શહેરમાં સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. રથયાત્રાના બંદોબસ્તનું આજે સવારથી ગ્રાન્ડ રીહર્સલ કરવામાં આવ્યું હતું.

ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પોલીસના મોટા કાફલા સાથે રીહર્સલમાં જાડાયા હતા શહેરના જમાલપુરના સુપ્રસિધ્ધ જગન્નાથજીના મંદીરેથી સરસપુર સુધીના રૂટ પર આ રીહર્સલ યોજાતા શહેરમાં ભારે ઉત્તેજનાસભર દ્રશ્યો સર્જાયા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે આગામી અષાઢીબીજ અને ગુરૂવારે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ જગન્નાથજીના મંદિરેથી ૧૪રમી રથયાત્રા નીકળનાર છે.

રર

૩૩

૪૪

૧૧૯

કિલોમીટર

ડી.એસ.પી

એ.સી.પી

પો.ઈન્સ્પેકટર

રપ,૦૦૦થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો

ભૂતકાળમાં રથયાત્રા દરમિયાન બનેલા અનિચ્છનીય બનાવોને ધ્યાનમાં લઈ આ રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને રથયાત્રાનું પર્વ શાંતિપૂર્ણ અને એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુસર શહેર પોલીસ તંત્ર ધ્વારા સલામતીના તમામ પગલાં ભરવામાં આવ્યા છે.

બે દિવસ અગાઉ શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંઘની અધ્યક્ષતામાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં રથયાત્રાના સંપૂર્ણ બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી હતી રથયાત્રાના બંદોબસ્તમાં કોઈ પણ જાતની કચાશ ન રહે તે માટે પોલીસ અધિકારીઓ વચ્ચે વિસતુત છણાવટ થઈ હતી.

શહેરના સંવેદનશીલ ગણાતા જમાલપુર, ખાડીયા, સરસપુર, દરીયાપુર, કાલુપુર
અને શાહપુર વિસ્તારમાં ઠેક ઠેકાણે ધાબા પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે.

રથયાત્રાના બંદોબસ્તને લઈને આજે સવારે સાત વાગ્યાના સુમારે શહેરના રથયાત્રાના રૂટ પર પોલીસનું ગ્રાન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજીના મંદિરથી આ રીહર્સલ શરૂ થયું હતું જે છેક સરસપુર સુધી યોજાયું હતું.
શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંઘની આગેવાની હેઠળ યોજાયેલા આ ગ્રાન્ડ રીહર્સલમાં આઠ આઈ.જી.પી, ૩૩ ડી.એસપી, ૪૪ એ.સી.પી, ૧૧૯ પોલીસ ઈન્સ્પેકટર સહિત રપ હજારથી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જાડાયો હતો.

જમાલપુરના જગન્નાથજી મંદિરથી સરસપુર સુધીના રર કિલો મીટર સુધીના લાંબા રૂટ પર કરવામાં આવેલા ગ્રાન્ડ રીહર્સલના કારણે શહેરીજનોમાં ભારે કુતુહલ છવાયુ હતુ ઠેરઠેર ઉત્તેજનાસભર દ્રશ્યો સર્જાયા હતા. ગ્રાન્ડ રીહર્સલ દરમિયાન એસ.આર.પી,  .આર.પી.એફ.ની ટુકડીઓ તેમજ એન.એસ.જી. કમાન્ડોની ટીમોને તૈનાત રાખવામાં આવી હતી તેમજ ફાયરબ્રિગેડના જવાનોને પણ ખડેપગે રાખવામાં આવ્યા હતાં.

મળતી માહિતી અનુસાર રથયાત્રાના રૂટ પર આવતા સાત પોલીસ સ્ટેશનમાં ગોઠવાયેલા સી.સી. ટીવી કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા હતા અને સી.સી ટીવી કેમેરાનું સતત મોનીટરીગ કરવામાં આવ્યું હતું. શહેરના જમાલપુર વિસ્તારના જગન્નાથજીના મંદિરેથી અષાઢી બીજના દિવસે વહેલી સવારે મંગળ ચોઘડીયે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪રમી ભવ્ય રથયાત્રાના કારણે શહેરમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જાવા મળી રહી છે.

જગન્નાથજી મંદિરના પરિસરમાં ભક્તિ માહોલ ઉભો થયો છે રાતભર ભજન મંડળીઓ ભજનની રમઝટ બોલાવતી જાવા મળી હતી મંદિરના પરિસરમાં કોઈ તોફાની તત્વો ન ઘૂસી જાય તે માટે પૂરેપુરી તકેદારી રાખવામાં આવી રહી છે મંદિરના મુખ્ય ધ્વાર પર મેટલ ડીટેકટર સાથે જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે આવતા જતા તમામ લોકોનું મેટલ ડીટેકટરથી ચેકીંગ કરવામાં કરવામાં આવે છે. આ ઉપરાંત મંદિરના પરિસરમાં ગોઠવવામાં આવેલા સી.સી. ટીવી કેમેરા ધ્વારા પણ સતત વોચ રાખવામાં આવી રહી છે.

સી.આર.પી અફ, એસ.આર.પી. અને એન.એસ.જી.ની કુલ ૩૭ ટુકડીઓ ધ્વારા પણ સમગ્ર પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શહેરના સંવેદનશીલ ગણાતા જમાલપુર, ખાડીયા, સરસપુર, દરીયાપુર, કાલુપુર અને શાહપુર વિસ્તારમાં ઠેક ઠેકાણે ધાબા પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે.

જેના પરથી પોલીસના જવાનો દુરબીનથી સતત વોચ રાખી રહયા છે આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં વોચ ટાવરો પણ ઉભા કરવામાં આવ્યા છે શહેર પોલીસ કમિશ્નરે આજથી રથયાત્રાનું પર્વ સપન્ન થાય ત્યાં સુધી શહેરના તમામ વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ચાલુ રાખવા દરેક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે  અને તમામ પોલીસ કર્મીઓની રજા પણ રદ કરવા તાકીદ કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.