કોયડમની ધનવંતરી આયુર્વેદિક કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વીરપુર અને બાયડ પંથકમાં આયુર્વેદિક ઉપચાર માટે ખુબ જાણીતી કોયડામ ધનવંતરી આયુર્વેદિક કોલેજ ખાતે વીરપુર મામલતદાર સોલંકી ની ઉપસ્થિતિમાં વિવિધ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો૭૧ પ્રજાસત્તાક દિનની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વાસેદેવ રામીના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વ નિમિતે રંગોલી સ્પર્ધા, વિદ્યાર્થીઓ વચ્ચે ડિબેટ અને વિવિધ ઇન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા જેમાં કોલેજના પ્રિન્સિપલ શૈક્ષણિક સ્ટાફ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા.