ભરૂચના લીંકરોડ પર નગર પાલિકાના વેક્યુમ એમ્પ્ટીયરે સાયકલ સવાર બે કિશોરોને અડફેટે લીધા
એક નુ મૃત્યુ એક ને ઈજા : અકસ્માત ઝોન બની ગયેલ રોડ પર સ્પીડ બ્રેકર મુકવા લોકોની માંગ.
ભરૂચ: ભરૂચ નાલીંકરોડ પર ભરૂચ નગર પાલિકા ના વેક્યુમ એમ્પ્ટીયરે સાયકલ સવાર બે કિશોરો ને અડફેટેલેતા એક નું કમકમાટી ભર્યું મૃત્યુ થયુ હતું.જયારે બીજા કિશોર ને ઈજા થતા તેનેસારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લઈ જવાયો હતો.
અકસ્માત ની જાણ થતા નગર પાલિકાપ્રમુખ અને ચીફ ઓફિસર હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.ભરૂચ નાનારાયણ નગર ૪ માં રહેતો જયરાજ ચૌહાણ તેના મિત્ર જીયાન યાદવ સાથે સાયકલ પર લીંકરોડપર શમ્ભુ દેરી પાસે થી પસાર થઈ રહ્યા હતા.તે દરમ્યાન યમદૂત સમાન ભરૂચ નગર પાલિકાનું વેક્યુમ એમ્પ્ટીયરે અડફેટે લેતા બંને પટકાયા હતા જેમાંથી જયરાજ વ્હીલ નીચે આવીજતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.જ્યારે બીજા કિશોર ને ઈજાપહોંચી હતી.
જેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લઈ જવાયો હતો.અકસ્માત નીજાણ થતા જ સિવિલ હોસ્પીટલ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા.જેઓ આ સ્થળ પર અકસ્માત ઝોનબની ગયુ હોવાનું જણાવી તેઓની રજૂઆત છતાં પણ સ્પીડ બ્રેકર મુકવામાં તંત્ર ઉદાસીનતાદાખવી રહ્યુ હોવાથી આ રીતે નિર્દોષ જીવ ગુમાવી રહ્યા નું આક્રોશ પૂર્વક આક્ષેપ કરીરહ્યા હતા.
ભરૂચનગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને ચીફ ઓફિસર સંજય સોની સહિત અન્યપાલિકા સભ્યો પણ અકસ્માત ની જાણ થતા સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવતા હતા
અનેપરિવારજનો ને સાંત્વના આપવા સાથે આ દુઃખદ ઘટના અંગે ની માહિતી મેળવી ચલાક ને પણપોલીસ મથકે હાજર થવા આદેશ આપ્યો હતો.ભરૂચ નાલીંકરોડ પર અનેક સોસાયટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને વાહન વ્યવહાર થી સતતઆ રોડ ધમધમતો રહેતો હોય છે.ત્યારે બેફામ દોડતા વાહનો પર લગામ કસવા સ્પીડ બ્રેકરબનાવવામાં તંત્ર વિલંબ ણ કરે નહિ તો આ રીતે વધુ કોઈ નિર્દોષ જીવ ગુમાવશે.