ભારત પર ઓટો ટેરિફ રાષ્ટ્રીય સુરક્ષાને લીધે, સલામતીના પગલાં તરીકે નથીઃ યુએસ

નવી દિલ્હી, અમેરિકાએ ભારતના ઓટો ટેરિફ મુદ્દે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ) સમક્ષ કરાયેલા દાવાને ફગાવ્યો છે. અમેરિકાએ રજૂઆત કરતા કહ્યું કે, ભારતના ઓટો અને ઓટો પાટ્ર્સ ઉપર યુએસ ટેરિફ ડબલ્યુટીઓના નિયમો અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષાને લઈને લાગુ કરાઈ છે તેને સલામતીનાં પગલાંની દ્રષ્ટિએ જોવું જોઈએ નહીં.
આ વાતને આધાર બનાવીને ભારતને બદલો લેવા વળતી ટેરિફ લાદવાનો કોઈ અધિકાર નથી. ભારત અને અમેરિકા ટેરિફ મામલે ડબલ્યુટીઓના નિયમ હેઠળ સેફગાર્ડ કરારને આગળ ધરીને તેમના બજારો માટે કેટલીક બાબતો નુકસાનકારક હોવાનો દાવો કરી રહ્યા છે. ભારતે જણાવ્યું કે, ઓટોમોબાઈલ્સ અને ઓટો પાટ્ર્સ પર અમેરિકાની ૨૫ ટકા ટેરિફ સામે તેને વળતી ટેરિફ લાદવાનો અધિકાર છે.
આ ટેરિફ સ્થાનિક ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહી હોવાથી સલામતીના પગલાં માટે છે. યુએસે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વસ્તુઓની આયાતને સમાયોજિત કરવાના હેતુથી તેના ઉપર ટેરિફ ઝીંકી છે કારણ કે તેનાથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ રહેલું છે. ૧૭ જુલાઈએ ડબલ્યુટીઓના જાહેર થયેલા એક પત્ર મુજબ, આ કાર્યવાહી સલામતીના પગલાં નથી.
આ ઉપાય અંતર્ગત સુલામતી સમજૂતિ કરાર મુજબ ભારતને અન્ય છૂટ તથા જવાબદારીઓને સ્થગિત રાખવાનો કોઈ અધિકાર નથી. અમેરિકન પ્રતિનિધિમંડળની વિનંતીને પગલે આ પત્ર જાહેર કરાયો હતો.
યુએસએ વધુમાં જણાવ્યું કે, ભારતે ડબલ્યુટીઓના સલામતીના કરાર હેઠળ જવાબદારીઓનું યોગ્ય પાલન કર્યું નથી. અમેરિકા કરાર અંતર્ગત સેક્શન ૨૩૨ ટેરિફ પર ચર્ચા નહીં કરે કારણ કે તે તેને સલામતીના પગલાં તરીકે જોઈ રહ્યું નથી.
આ જ દરમિયાન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકન ટેરિફ ડબલ્યુટીઓના નિયમ હેઠળ સલામતીના પગલાં છે તેવા ભારતના દાવાને ફગવાતો પત્ર પણ જાહેર કરાયો હતો.SS1MS