માલદીવ્સને ૪,૮૫૦ કરોડની નવી લોન સહાય આપી ભારતે

પ્રધાનમંત્રી મોદીએ માલદીવને ભારતનો વિશ્વાસુ મિત્ર ગણાવ્યો
મોહમ્મદ મુઈઝૂએ ચૂંટણી પ્રચારમાં ‘ઇન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો.
માલદીવ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો પર પ્રકાશ પાડતા કહ્યું કે, ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને સૌથી વિશ્વસનીય મિત્ર છે. તેમણે કહ્યું કે ભારતની “પડોશી પ્રથમ” નીતિ અને “સમુદ્ર” દ્રષ્ટિકોણમાં માલદીવનું વિશેષ સ્થાન છે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારતની પડોશી પ્રથમ નીતિ અને “મહાસાગર” દ્રષ્ટિકોણમાં માલદીવનું મહત્વપૂર્ણ સ્થાન છે. મહામારીનો સમય હોય કે, આપત્તિનો સમય, ભારતે કોવિડ પછી આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડીને અને અર્થતંત્રને સંભાળીને માલદીવને ટેકો આપ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ મુઈઝૂ ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવના રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ હતો. મુઈઝુને ચીનનો સમર્થક માનવામાં આવે છે. તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં ‘ઇન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો. સત્તામાં આવ્યા બાદ મુઈઝુએ માલદીવમાં હાજર ભારતીય સૈનિકોને પાછા ખેંચવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. માલદીવમાં ૮૮ ભારતીય સૈનિકો હતા. આ પછી ભારતીયોએ માલદીવનો બહિષ્કાર કર્યો.આ બહિષ્કારનું પરિણામ એ આવ્યું કે માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો.
આ વર્ષ ભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની ૬૦મી વર્ષગાંઠ છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા સંબંધો માત્ર ૬૦ વર્ષ જૂના નથી, પરંતુ ઇતિહાસના ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આ પ્રસંગે, બંને દેશોની પરંપરાગત બોટ પર આધારિત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી, જે આ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભાગીદારીનું પ્રતીક છે.
માલદીવ્સ પાસેથી ભારતને શું મળ્યું? ભારત સરકારે માલદીવ્સને ૪,૮૫૦ કરોડ રૂપિયાની નવી લોન સહાય આપી છે. આ પગલું ભારત અને માલદીવ્સ વચ્ચેનો સંબંધને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનું છે.
આ નાણાકીય સહાય હેઠળ, માલદીવને વિકાસ પ્રોજેક્ટ્સ માટે જરૂરી નાણાકીય સંસાધનો પૂરા પાડવામાં આવશે, જે માલદીવની આર્થિક સ્થિરતા અને વિકાસ દરમાં સુધારો કરશે.
ભારત સાથે માલદીવને મુશ્કેલી મોંઘી પડીઃ વિશ્વ બેંકે દેવાદાર થવાના સંકટની ચેતવણી આપી
આ સાથે, ભારત અને માલદીવ વચ્ચે મુક્ત વેપાર કરાર પર પણ વાતચીત શરૂ થઈ ગઈ છે. આ કરાર બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપશે. ૈંમાલદીવના ઘણા ઉત્પાદનોને ભારતીય બજારમાં પ્રવેશ મળશે, જ્યારે ભારતીય ઉત્પાદનો માલદીવમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
પીએમ મોદીએ માલદીવ માટે લગભગ ૫,૦૦૦ કરોડ રૂપિયા (૫૬૫ મિલિયન ડોલર) ની “ક્રેડિટ લાઇન” ની જાહેરાત કરી, જેનો ઉપયોગ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને “વિશ્વાસનું મજબૂત નિર્માણ” પણ ગણાવ્યું.
તેમણે માલદીવ સંરક્ષણ મંત્રાલયની નવી ઇમારતને પરસ્પર વિશ્વાસનું પ્રતીક ગણાવી.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ કહ્યું, ભારત અને માલદીવ વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થવાની જાહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે. આ ઐતિહાસિક પહેલ આપણી આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.