બે વિદ્યાર્થીઓના ભોગ લેતા સ્થાનિકોએ સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે રસ્તારોકો આંદોલન છેડતા ટ્રાફિક જામ.
ભરૂચ નગરપાલિકા ના ચીફ ઓફિસર સામે હત્યા નો ગુનો દાખલ કરવા માંગ : સ્થાનિક રહીશ પરેશ મેવાડા. સ્થાનિકો એ રસ્તા રોક આંદોલન છેડતા પોલીસ કાફલો દોડી આવ્યો : સ્પીડ બ્રેકર અંગે બાહેંધરી આપતા મામલો થાળે પાડ્યો. અકસ્માત સર્જનાર નગર પાલિકાના વાહન નો ચાલક દારૂ ના નશા માં હોવાનો સ્થાનિકો નો આક્ષેપ. નારાયણ વિદ્યાલયના ધો.૪ના બે વિદ્યાર્થીઓ પરિક્ષા પુરી કરી સાયકલ લઈ નીકળ્યા હતા ટેન્કરની ટક્કરે એક કચડાયો બીજાનું સારવાર દરમ્યાન મોત.
ભરૂચ ના લીંકરોડ ઉપર નગર પાલિકા ના ડ્રાઈવરે પોતાનું વાહન પુર ઝડપે હંકારી બે વિદ્યાર્થીઓ ને અડફેટ માં લઈ લેતા એક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જયારે બીજા નું સારવાર દરમ્યાન મોત નીપજતા અકસ્માત સર્જનાર ડ્રાઈવર પાસે લાયસન્સ ણ હોય અને વાહન પણ અનફીટ હોવાના કારણે રોષે ભરાયેલા સ્થાનિકો એ સ્પીડ બ્રેકર લગાવવાની માંગ સાથે રસ્તા રોક આંદોલન છેડતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
ભરૂચ ની નારાયણ સ્કૂલમાં પરીક્ષા પૂરી થતાં જ સાયકલ લઈને નીકળેલા ધો.૪ ના બે વિદ્યાર્થીઓને ભરૂચ નગરપાલિકા ની અનફીટ ટેન્કરે શંભુ ડેરી પાસે અડફેટે લેતાં બંને રોડ પર પટકાયા હતાં.ગંભીર ઘાયલ એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં મોડી રાત્રી એ સારવાર દરમ્યાન તેનું પણ મોત થયું હતું. અકસ્માત કરી ભાગવા જતાં ટેન્કર ચાલકને સ્થાનિકોએ પકડી પોલીસને હવાલે કરતા તેની ધરપકડ કરાઈ હતી.
ભરૂચની ભારતીનગર.રો.હાઉસ ૧ માં રહેતાં જયરાજ રાજકરણ ચૌહાણ અને નારાયણ નગર ૪ માં રહેતો તેનો મિત્ર જીયાન દનિેશભાઈ જાદવ રહે છે. બન્ને નારાયણ વિદ્યાલયમાં ઈંગ્લીશ મીડીયમ વિભાગમાં ધોરણ ૪ માં અભ્યાસ કરતા હતા. શનિવારે બંનેનું સાયન્સનું છેલ્લુ પેપર હતું.
જીયાન પોતાના ઘરેથી સાયકલ લઈને તેના સ્કૂલના વિદ્યાર્થી મિત્ર જયરાજ સાથે નીકળ્યા હતાં.બંને સાયકલ પર સવાર થઈને શંભુડેરી નજીકના માર્ગ પરથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં.તે સમયે શક્તિનાથ તરફ થી પૂરઝડપે આવતા પાલિકાના ટેન્કર ચાલકે બંને બાળકોને અડફેટેમાં લીધા હતા.બન્ને ઘાયલને સ્થાનિક દુકાનદારોએ સિવિલ હોસ્પીટલમાં ખસેડ્યા હતા.જ્યાં જયરાજનું મોત નિપજ્યુ હતુ.જયારે જીયાનને ખાનગી દવાખાને મોકલી આપ્યો હતો પણ મોડી રાતે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
જો કે સ્થાનિકો એ ગત ૧લી જાન્યુઆરીએ PWDને અરજી આપી હોવા છતાં બમ્પની કાર્યવાહી થઈ ન હતી જેને લઈ અકસ્માત સ્થળે સ્પીડ બ્રેકર તાત્કાલિક બનાવવા રસ્તા પર ઉતરી આવેલા લોકો સ્પીડ બ્રેકર બનાવવા સાથે ટ્રાફિક પોલીસ તહેનાત કરવા અને સીસીટીવી કેમેરાપણ ચાલુ કરવાની માંગણી કરી રહ્યા હતા.
૨૪ કલાક માં જો સ્પીડ બ્રેકર બનાવવામાં નહિ આવે તો વધુ ઉગ્ર આંદોલન ની ચીમકી પણ સ્થાનિકો એ ઉચ્ચારી હતી.બનાવની જાણ થતા દોડી આવેલ પોલીસ દ્વારા સમજાવાના પ્રયાસો હાથ ધરવા સાથે સ્પીડ બ્રેકર બનાવવા માટે રજુઆતા કરી ૨૪ કલાક માં તે બની જાય તે માટે ની ખાત્રી આપતા રહીશો એ આંદોલન મોકૂફ રાખતા મામલો થાળે પડ્યો હતો.તંત્ર દ્વારા લીંકરોડ પર ના અકસ્માત ના બનાવ બાદ આ રીતે જ્યાં પણ જરૂર હોય ત્યાં સ્પીડ બ્રેકર બનાવવાની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે નહિ તો નિર્દોષો જીવ ગુમાવશે.
ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર સામે હત્યા નો ગુનો દાખલ કરવા સ્થાનિકો ની માંગ. ભરૂચ ની શંભુ ડેરી નજીક સ્પીડ બ્રેકર ના અભાવે ત્રણ વર્ષ ના ટૂંકા ગાળા માં છ થી વધુ લોકો એ જીવ ગુમાવ્યા છે અને અ અકસ્માત સ્થળે સ્પીડ બ્રેકર બનાવવા માટે વારંવાર સ્થાનિકો એ રજૂઆત કરી હતી અને નગર પાલિકાને પણ રજૂઆત કરતા તેઓ એ માર્ગ પીડબ્લ્યુડી માં આવતો હોવાનું જણાવ્યું હતું.
જે બાદ સ્પીડ બ્રેકર મુકવામાં ન આવતા નગર પાલિકા ના અનફીટ ટેન્કર અને લાયસન્સ વિના ના ડ્રાઈવર ના કારણે બે માસુમ વિદ્યાર્થીઓ ના મોત નીપજતા સ્થાનિકો એ ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર જવાબદાર હોવાના આક્ષેપ સાથે તેઓ સામે હત્યા નો ગુનો દાખલ કરવા માંગ ઉઠાવી હતી.
તંત્ર સ્પીડ બ્રેકર નહી બનાવેતો હું મારા ખર્ચે બનાવીશ : અપક્ષ નગર સેવક મનહર પરમાર. ભરૂચ ના લીંકરોડ ઉપર અકસ્માત માં બે વિદ્યાર્થીઓ ના મોત ના ચોવીસ કલાક બાદ પણ સ્પીડ બ્રેકર બનાવવામાં તંત્ર ની નિષ્કાળજી સામે સ્થાનિકો એ આજે રોષે ભરાઈ રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું.જો કે પોલીસ તંત્ર એ સ્થળ ઉપર દોડી આવી સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.પરંતુ નગર પાલિકા અને પીડબ્લ્યુડી હદ બાબતે બાખડતાં હોય તો અપક્ષ નગર સેવક મનહર પરમારે પોતાના ખર્ચે રબર ના સ્પીડ બ્રેકર મુકાવી આપવાનું આહ્વાન કરતા જ નગર પાલિકા ના કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા બોખલાઈ ગયા હતા તાત્કાલિક ટૂંક સમય માં સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી.
અકસ્માત માં મોત ને ભેટેલા વિદ્યાર્થીઓના પરિવાર ને તંત્ર મળવા સુધ્ધા ન આવ્યું હોવાનો આક્ષેપ. ભરૂચ નગર પાલિકા ના અનફીટ વાહન અને લાયસન્સ વિના ના ડ્રાઈવરે બે વિદ્યાર્થીઓ ના ભોગ લીધા હતા.જેમાં મોત ને ભેટેલા બંને વિદ્યાર્થીઓ ના પરિવાર ની તંત્ર એ મુલાકાત સુધ્ધા ન લેતા સ્થાનિકો એ ભારે હોબાળો મચાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો.જો કે સમગ્ર ઘટના માં અધિકારીઓ ની નિષ્કાળજી અને લાપરવાહી ના કારણે બે વિદ્યાર્થીઓ ને મોત બાદ હવે જીલ્લા વહીવટી તંત્ર શું પગલા ભરે છે તે જોવું રહ્યુ.
અધિકારીઓ ના પગાર માંથી મૃતક ના પરિવારો ને સહાય કરે તેવી માંગ. સ્પીડ બ્રેકર બનાવવાની માંગ વારંવાર લેખિત માં કરવામાં આવ્યા બાદ પણ અધિકારીઓ એ સ્પીડ બ્રેકરન મુકતા આજે નિર્દોષ બે વિદ્યાથીઓ ના ભોગ લેવાયા છે.જેના કારણે અધિકારીઓ ની લાપરવાહી ના કારણે વિદ્યાર્થીઓ ના મોત નીપજ્યા હોય ત્યારે બંને વિદ્યાર્થીઓ ના મોત પાછળ અધિકારો જવાબદાર હોવાના આક્ષેપ સાથે તેઓ ના પગાર માંથી મૃતક પરિવારો ને સહાય કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો એ ઉઠાવી હતી.