ચીનમાં હાહાકાર મચાવતા કોરોના વાયરસનો ગુજરાતમાં પ્રવેશ : મહેસાણામાં શંકાસ્પદ કેસ
ગુજરાતમાં મહેસાણા તથા સાબરકાંઠામાં કોરોના વાયરસના ૧-૧ શંકાસ્પદ કેસો મળી આવ્યા : તાજેતરમાં ૫ વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા હતાઃ ખાંસી તથા તાવથી પીડાતાં વિદ્યાર્થીઓ
અમદાવાદ: ચીનમાં ૩૧ રાજ્યોમાં કોરોના વાયરસે કેર વર્તાવ્યો છે. અત્યાર સુધીમાં ૪૨૫થી વધુ મોત થયાના સમાચાર છે. ચીનથી પરત ફરતા લોકોમાં કોરોના વાયરસના ચિન્હો જણઆય છે કે કેમ તેની આંતરરાષ્ટ્રીય બિમારી મથકથી મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેવા દરેક રાજ્યોમાં સરકારી હોસ્પિટલોમાં ખાસ આઈસોલેશન વોર્ડાે ખોલવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના ૩ કેસો મળી આવ્યાં છે.
ગુજરાતમાં પણ કોરોના વાયરસનો રોગ ન ફેલાય તે માટે તકેદારી લેવામાં આવી રહી છે. અ.મ્યુ.કોર્પાેરેશન દ્વારા પણ ઘરે ઘરે સર્વે થઈ રહ્યું છે. રાજ્યની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડાે રાખવામાં આવ્યાં છે. શહેરની સિવિલ તથા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડાે શરૂ કરાયા છે.
ચીનથી પરત આવતા વિદ્યાર્થીઓની તથા અન્ય લોકોની મેડીકલ ચેકીંગ કરવામાં આવે છે. હવાઈ મથક પર મેડીકલ ટીમની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ રોગનો ચેપ ગુજરાતમાં ન લાગે તે માટે ગંભીર છે. ગુજરાતમાં મહેસાણા તથા સાબરકાંઠાના ચીનથી તાજેતરમાં પરત ફરેલાં ૫ વિદ્યાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવતાં બે કેસનો રીપોર્ટ નેગેટીવ મળ્યો છે.
મહેસાણાની એક વિદ્યાર્થીનીનો કેસ શંકાસ્પદ જણાતા તેનો રીપોર્ટ વધુ ચકાસણી માટે પૂણે મોકલવામાં આવ્યો છે. શંકાસ્પદ લાગતાં કેસનાં વિદ્યાર્થીઓને મહેસાણા તથા હિમતનગરની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે તથા રીપોર્ટની રાહ જાવાઈ રહી છે. કેરલમાં ૩ કેસો મળી આવતાં કેસના કેરલના આરોગ્ય મંત્રી કે.કે.શૈલેષએ જણાવ્યું હતું કે હાલમાં દર્દીઓની સારવાર ચાલુ છે, તથા તેમની હાલત સ્થિર છે. કર્ણાટકના કેટલાં જીલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. બંગાળમાં પણ કોરોના વાયરસના ૮ શંકાસ્પદ કેસો મળી આવ્યાં છે.
ચીનના કોરોના વાયરસ હવે ચીનથી સીધા વટાવી વિશ્વના ૨૨ દેશોમાં વાયરસનાં સંક્રમણથી લોકો ગ્રસિત થયાં છે. રશિયાએ ચીન જતી બધી ટ્રેનો રદ કરી હોવાનાં સમાચાર છે. ચીનમાં હાહાકાર મચાવતા કેરોના વાયરસના અત્યાર સુધીમાં ૩૦૦૦ જેટલાં કેસો નોંધાયા છે.