Western Times News

Gujarati News

LICનો IPO દશકનો સૌથી મોટોઃ ૧૦ લાખ કરોડ સુધી માર્કેટ વેલ્યુઃ અહેવાલ

નવી દિલ્હી, બજારમાં ટુંક સમયમાં જ એલઆઇસી આઇપીઓ તહેલકો મચાવી શકે છે. બજાર સાથે જાડાયેલા નિષ્ણાંત લોકો કહી રહ્યા છે કે બજેટમાં સૌથી મોટી જાહેરાત તરીકે એલઆઇસીમાં આઇપીઓ લાવવા માટેની રહેલી છે. એલઆઇસીમાં પોતાની હિસ્સેદારી વેચી દેવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એલઆઇસીના આઇપીઓ પર નિષ્ણાંતો કહી રહ્યા છે કે બજાર માટે આને સંભાળવાની બાબત મુશ્કેલરૂપ બની શકે છે.

આને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી શકે છે. નિષ્ણાંતોના કહેવા મુજબ આ આઇપીઓ દશકના સૌથી મોટા આઇપીઓ તરીકે સાબિત થઇ શકે છે. આઇપીઓ બાદ માર્કેટ કેપની દ્રષ્ટિએ એલઆઇસી દેશની સૌથી મોટી કંપની બની શકે છે. જેની માર્કેટ મુડી ૧૦ લાખ કરોડથી વધારે હોઇ શકે છે. અત્રે નોંધનીય છે કે નાણાંપ્રધાન નિર્મલા સીતારામને તેમના બજેટ ભાષણ વેળા જાહેરાત કરી હતી કે એલઆઇસીમાં હિસ્સો વેચી દેવામાં આવનાર છે.

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન તેને હાથ ધરવામા ંઆવી શકે છે. નાણાં સચિવ રાજીવ કુમારે કહ્યુ છે કે કંપની મેનેજમેન્ટ હેઠળ આવનાર એસેટ્‌સમના ૨૫થી ૩૦ ટકા મુલ્ય પર પણ એલઆઇસીનુ મુલ્યાંકન આઠથી ૧૦ લાખ કરોડ રૂપિયા રહી શકે છે. એલઆઇસીના ૧૦ ટકા હિસ્સેદારીના બરોબર હિસ્સાને સંભાળી લેવાની બાબત પણ મુશ્કેલરૂપ બની શકે છે. કંપનીના કામકાજમાં પારદર્શકતા આવી શકે છે. એલઆઈસીના લિસ્ટિંગમાં વધારે પારદર્શકતા જાળવવામાં આવશે.

ઇÂક્વટી માર્કેટમાં પુરતી કાળજી રાખવામાં આવશે. કેટલો હિસ્સો વેચવામાં આવશે તે અંગે પૂછવામાં આવતા રાજીવ કુમારે કહ્યું હતું કે, ૧૦ ટકાની આસપાસનો હિસ્સો વેચવામાં આવનાર છે પરંતુ આ સંદર્ભમાં હજુ સુધી નિર્ણય કરાયો નથી. સરકાર એલઆઈસીના લિસ્ટિંગથી ૯૦૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના ધરાવે છે જ્યારે આગામી નાણાંકીય વર્ષમાં આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો વેચીને ૨.૧૦ લાખ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવનાર છે.

એલઆઈસીમાં સરકાર હાલ ૧૦૦ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે આઈડીબીઆઈ બેંકમાં ૪૬.૫ ટકા હિસ્સો ધરાવે છે. સ્ટોક એક્સચેંજ ડિસિÂપ્લન ઉપર કંપનીઓની લિસ્ટિંગને ધ્યાનમાં લેવામાં આવશે. ૬૦ વર્ષ જુની સરકારી કંપની એલઆઈસી દેશની સૌથી મોટી વિમા કંપની પૈકીની એક છે. માર્કેટ હિસ્સેદારીમાં તેની હિસ્સેદારી ૭૦ ટકાથી વધુ રહેલી છે. પોલિસીની સંખ્યામાં ૭૬.૨૮ ટકા હિસ્સો તેનો રહેલો છે. ફર્સ્ટયર પ્રિમિયમમાં હિસ્સેદારી ૭૧ ટકાની છે.

એલઆઇસીના આઇપીઓના સંબંધમાં વાત કરતા કેટલાક જાણકાર લોકો કહી રહ્યા છે કે આના કારણે કંપનીના કામકાજમાં પારદર્શકતા આવનાર છે. સાથે સાથે આવનાર વર્ષોમાં આ સરકાર માટે નાણાં એકત્રિત કરવાના સારા વિકલ્પ તરીકે રહી શકે છે. નાણાં પ્રધાન અને સરકારને દેશની સૌથી મોટી વિમા કંપનીને ભારતીય શેરબજારમાં લિસ્ટેટ કરવાના કારણે ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટને હાંસલ કરવામાં સફળતા મળી શકે છે. ચોક્કસ પણે આના કારણે સરકારને પોતાના રાજકોષીય ખાદ્યના ટાર્ગેટને ભરવામાં મદદ મળી શકે છે.

બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવ્યા બાદથી આને લઇને ચર્ચા નિષ્ણાંત લોકોમાં જાવા મળી રહી છે. દેશની સૌથી મોટી કંપની પણ તે બની શકે છે. આઇસીઆઇસીઆઇના નિષ્ણાંત કાજલ ગાંધી કહે છે કે સરકારની કંપની હોવાના કારણે તેનુ મુલ્યાંકન ઓછુ હોઇ શકે છથે. પરંતુ લિસ્ટેટ થયા બાદ તે દેશની સૌથી મોટી માર્કેટ ધરાવતી કંપની બની જશે. દેશના તમામ કારોબારીઓ હવે તેની તમામ ગતિવિધી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સાથે સાથે સરકારના આગામી પગલા પર તેની નજર કેન્દ્રિત થઇ ગગઇ છે. કોર્પોરેટ જગતમાં હાલમાં આ આઇપીઓની ચર્ચા ચારે બાજુ જાવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.