નરોડામાં દંપત્તી ચોરી કરી રીક્ષામાં ભાગ્યુંઃ પતિ પકડાયો
અમદાવાદ: નરોડામાં રીક્ષામાં બેસી ચોરી કરવા આવેલા દંપતીનો પીછો કરીને વેપારી અને રાહદારીઓએ એક શખ્શને ઝડપી પાડ્યો છે જ્યારે તેની પત્ની ભાગવામાં સફળ રહી હતી.
ભગવતભાઈ પટેલ તિરૂપતિ બંગ્લોઝ નરોડા પાસે રહે છે અને મંગલમૂર્તી ફલેટ નજીક કિરાણાની દુકાન ધરાવે છે સોમવારે બપોરે બાર વાગ્યે તે દુકાને હાજર હતા એ વખતે એક મહીલા રીક્ષામાંથી ઉતરી સાબુ લેવા આવી હતી બાદમાં તે હિંગ માંગતા ્ભગવતભાઈ અંદરની તરફ હિગ લેવા ગયા મહીલા ત્યાથી જતી દેખાઈ હતી જેથી શંકા જતા ભગવતભાઈએ પોતાનો ગલ્લો તપાસતાં તેમાંથી દસ હજારની રોકડ ગાયબ હતા.
તેમણે બુમાબુમ કરતા મહીલા રીક્ષામા રફૂચક્કર થઈ ગઈ હતી જા કે ભગવતભાઈ ્તથા અન્ય રાહદારી પીછો કરતા રીક્ષાને નરોડા મોટી ખડકી નજીક આંતરી લેવાઈ હતી જા કે મહીલા તેમાંથી ઉતરીને ભાગી ગઈ હતી જ્યારે રીક્ષા ડ્રાઈવરને પકડીને પુછપરછ કરતા તેણે પોતાનુ નામ હરેશ દંતાણી (ક્રિષ્ના ચોક કાલુપુર) જણાવ્યુ હતુ અને ભાગી જનાર મહીલા લાલીબેન દંતાણી હોવાનુ કબુલ્યુ હતુ.
ભગવતભાઈ તથા અન્યોએ ૧૦૦ નંબર લગાવી આ હરેશને આ પોલીસને સોપ્યો હતો પોલીસે હરેશની અટક કરી લાલીબેનને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે ઉપરાંત તેમણે અન્ય કોઈ ગુના કર્ય છો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. નોધનીય છે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે જા કે ક્યારેક જ ચોર પકડાતા હોય છે.