Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ વિભાગને રૂ.૧૧૦૦ કરોડની નોંધપાત્ર આવક થઈ

File

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્ષના બાકી લેણાની વસુલાત માટે રીબેટ યોજના જાહેર કરી છે જેને સારો પ્રતિસાદ મળી રહયો છે. રીબેટ યોજનાનો અમલ ચાલી રહયો હોવાથી સીલીંગ ઝુંબેશમાં ગતિ ધીમી કરવામાં આવી છે રીબેટ યોજનાના માત્ર ૧પ દિવસમાં જ તંત્ર ને રૂ.૬૮ કરોડની નોંધનીય આવક થઈ છે. જયારે ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન ટેક્ષની આવક રૂ.૧૧૦૦ કરોડને પાર કરી ગઈ છે.

મ્યુનિ. ટેક્ષ ખાતાએ ૧૬ જાન્યુઆરીથી ૧પ ફેબ્રુઆરી સુધી ટેક્ષ વ્યાજ રીબેટ યોજનાની જાહેરાત કરી છે. ટેક્ષની નવી અને જુની ફોર્મ્યુલાના વર્ષો જુના બાકી લેણાની વસુલાત માટે રીબેટ યોજના આપવામાં આવી છે જેને ઘણો જ સાર પ્રતિસાદ મળી રહયો છે. ટેક્ષ વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ વ્યાજ રીબેટ યોજનાના અમલીકરણ બાદ તંત્રને મિલ્કતવેરા પેટે રૂ.૬૮ કરોડની ધરખમ આવક થઈ છે. શહેરના કરદાતાઓએ રૂ.પ૯ કરોડ સીવીક સેન્ટરમાં જમા કરાવ્યા છે.

જયારે ૭૭ર૯ કરદાતાઓએ ઓનલાઈન રૂ. સાત કરોડ ભરપાઈ કર્યા છે. મ્યુનિ. કોર્પોરેશન ટેક્ષની વસુલાત માટે સીલીંગ ઝૂંબેશ કરે છે તથા નાના-મોટા દેવાદારોની લગભગ રપ થી ૩૦ હજાર મિલ્કતો સીલ કરે છે પરંતુ હાલ રીબેટ યોજના ચાલી રહી હોવાથી સીલીંગ ઝૂંબેશ થોડી ધીમી કરવામાં આવી રહી છે.

મ્યુનિ. મિલ્કતવેરા વિભાગ દ્વારા ર૦ જાન્યુઆરથી ૩ ફેબ્રુઆરી સુધી ર૦૦૪ મિલ્કતો સીલ કરવામાં આવી છે. શહેરના મધ્યઝોનમાં ૪૦૬, ઉત્તરઝોનમાં રપ૦, દક્ષિણ ઝોનમાં ૯૪, પૂર્વઝોનમાં ૧૭૭, પશ્ચિમ ઝોનમાં ૧ર૦, ઉત્તર દક્ષિણ ઝોનમાં ૩૦૦ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૬પ૭ મિલ્કતો સીલ કરવામાં આવી છે.

નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯માં ટેક્ષ પેટે કુલ ૧ર૧૭.પ૧ કરોડની આવક થઈ હતી જેની સામે ર૦૧૯-ર૦માં ૩ જાન્યુઆરી સુધી તંત્રને ટેક્ષ પેટે રૂ.૧૧૦૮.પ૦ કરોડની આવક થઈ છે. આમ ગત્‌ વર્ષની કુલ આવક સામે ૯૧ ટકા આવક તંત્રને થઈ છે. ગત્‌ નાણાકીય વર્ષમાં મિલ્કતવેરા પેટેલ કુલ રૂ.૯પ૧ કરોડની આવક થઈ હતી જેની સામે ૩ જાન્યુઆરી સુધી મિલ્કતવેરા પેટે રૂ.૮૭૯.૬૮ કરોડની આવક થઈ છે જે ગત્‌ વર્ષની સરખામણીમાં ર૪.૬૧ ટકા વધારે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂ.૧પ૬.પ૧ કરોડ અને વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૭ર.૩૧ કરોડની આવક થઈ છે. વૈશ્વિક મંદીના પગલે વ્હીકલ ટેક્ષની આવકમાં આઠ ટકાનો ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને રીબેટ યોજના શરૂ કર્યા બાદ ડીસેમ્બર- ર૦૧૯માં મિલકત વેરા પેટે રૂ.૭૬.૧૬ કરોડની આવક થઈ છે. જેની સામે ડીસેમ્બર ર૦૧૮માં મિલ્કતવેરા પેટે રૂ.૩૮.૩૮ કરોડની આવક થઈ હતી આમ રીબેટ યોજનાના કારણે ગત વર્ષ કરતા લગભગ બમણી આવક તંત્રને થઈ છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે મ્યુનિ. કમિશ્નરે ર૦૧૮-૧૯ ના વર્ષમાં અગમ્ય કારણોસર રીબેટ યોજના બંધ કરી હતી પરતુ ચૂંટણી વર્ષ હોવાથી ચાલુ વરસે રીબેટ યોજના શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશ્નરે વર્ષો જુની ખાલી-બંધ યોજના પણ બંધ કરી છે જેની પડતર ફાઈલોનો નિકાલ કરવામાં આવે તો ટેક્ષની આવકમાં ધરખમ વધારો થઈ શકે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ.કોર્પાેરેશનનાં પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીનાં જણાવ્યાં મુજબ ખાલી બંધ યોજનાનો અમલ બંધ કરવાના કારણે નાનાં વેપારીઓને મોટી અસર થઈ છે. મંદીના માહોલમાં એકસાથે ૫થી ૭ વર્ષનો ટેક્ષ ભરવાની શÂક્ત વેપારીઓમાં રહી નથી. શહેરીજનોએ ૪-૫ વર્ષ પહેલાં સબમીટ કરેલ ફાઈલોનો નિકાલ સમયસર કરવામાં આવ્યો નથી. જેનાં માટે ટેક્ષ ખાતાનાં અધિકારીઓ જવાબદાર છે. પરંતુ સજા કરદાતાઓ ભોગવી રહ્યાં છે.

એક જ વર્ષમાં અલગ-અલગ ઝોનમાં સબમીટ થયેલ ફાઈલો પૈકી એક ઝોનમાં ખાલી બંધ યોજનાનો લાભ આપવામાં આવ્યો હોય છે. જ્યારે બીજા ઝોનનાં અધિકારીઓની બેદરકારીને કારણે ફાઈલો ક્લીયર થઈ નથી. ખાલી બંધ યોજના માટે મ્યુનિ.કમિશ્નરે કોઈ કટ ઓફ યર જાહેર કરવાની જરૂર છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.