રી-સેલ થયેલા વાહનના માલિકે લાઈફટાઈમ ટેક્ષ ભર્યો હોય તો RTO ફરી ટેક્ષ માંગી શકે નહીં : હાઈકોર્ટ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વાહનનો લાઈફટાઈમ ટેક્ષ જા એક વખતચ લીધા બાદ ફરીવાર એ વાહન વેચાતા વાહન ખરીદનાર પાસે ટેક્ષ લેવામાં આવે છે તે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેનો ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેંચે જણાવ્યુ હતુ કે આરટીઓ તરફથી વાહનનો લાઈફટાઈમ ટેક્ષ લેવામાં આવ્યો હોય તો તે વાહન બીજા ખરીદનાર પાસેથી ફરીથી ટેક્ષ માંગી શકે નહીં
સુરત સ્થિત સંતિષ નાયકે ર૦૦૯માં એચડીએફસી પાસેથી લોન લઈ કાર ખરીદી હતી પરંતુ નાયકે સમયસર લોનની ભરપાઈ ન કરતાં બેંક દ્વારા તે વાહનની હરાજી કરવામાં આવી હતી. આ વાહન હરાજીમાં ભાવેશે ખરીદી હતી.
વાહન હરાજીમાંથી ખરીદ્યા બાદ નવા ખરીદનાર વાહનના માલિકે આરટીઓમાં તે વાહન તેના નામે ટ્રાન્સફર કરવા અરજી કરી હતી. જેમાં વાહન હરાજીમાંથી બેંક પાસેથી ખરીદ્યુ હોવાનું પુરાવો પણ આપ્યો હતો.
નામ ટ્રાન્સફર કરવાની આરટીઓને મળતા આરટીઓના અધિકારી તરફથી ટેક્ષની માંગણી કરવામાં આવી હતી. અને વ્હીકલ ટેક્ષ ભર્યા બાદ જ નામ ટ્રાન્સફર થઈ શકે તેમ જણાવ્યુ હતુ.
વ્હીકલ ટેક્ષ નવા ખરીદનાર તરફથી ભરવામાં ન આવતા વાહનના માલિકનું નામ ટ્રાન્સફર ન થઈ શકતા. વિજય ઢોલાએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે અરજદારને ઇન્ટીરીયર્સ આદેશમાં આરટીઓએ માંગેલ રકમ ડીપોઝીટ કરવા જણાવ્યુ હતુ. સાથે સાથે આરટીઓને પણ નામ ટ્રાન્સફર કરવા જણાવ્યુ હતુ.
જસ્ટીસ જે.બી.પારડીવાળા તથા જસ્ટીસ બી.ડી.કારીયાએ બંન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ તથા રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને ન સ્વીકારતા જણાવ્યુ હતુ કે ઢોલાએ આ વાહન બેંકે કરેલ હરાજીમાંથી વાહન ખરીદ કર્યુ છે. તેથી તથા વાહનનો લાઈફાટાઈમ ટેક્ષ એકવાર ભરવામાં આવ્યો છે
જેથી નવા ખરીદનાર પાસેથી સદર વાહનનો ફરીથી ટેક્ષ માંગી શકાય નહીં. ગુજરાત મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં પણ કોઈ ઠેકાણે ફરી ટેક્ષ માંગવાનું પ્રોવિઝન નથી. વ્હીકલ ટેક્ષ ધી ગુજરાત મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ ટેક્ષ એક્ટના જણાવ્યા અનુસાર જ વ્હીકલ ટેક્ષ લેવાવો જાઈએ. તેથી આ કેસમાં ફરી ટેક્ષ માંગો એ ન્યાયી બાબત નથી.