મોડાસાની ખાનગી હોસ્ટેલ પર હુમલો કરનાર શખ્શોને ઝડપી પાડવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર
એસ.પીને આવેદનપત્ર આપી ન્યાયની માંગ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસામાં જીલ્લા પોલીસવડા કચેરી સામે આવેલી ખાનગી હોસ્ટેલના રેક્ટર સાથે કૂતરું ભગાડવા જેવી સામાન્ય બાબતમાં ઝગડો કરી હિરેન ચૌધરી અને તેના મળતિયાઓએ હોસ્ટલમાં દોડી જઈ રેક્ટર સાથે મારઝૂડ કરી હિરેન ચૌધરી નામના શખ્શે વોશબેસીનની પાઈપ તોડી નાખી પાઈપ છેડે લાગેલ લોખંડ ના બોલ્ટ રેક્ટરના માથામાં અને શરીરના ભાગે ઝીંકી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા
હોસ્ટેલ માલિક અને હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોડાસા ટાઉન પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરી આરોપીઓને છાવરતી હોય તેમ ફરિયાદમાં આરોપીઓને ઓછા દર્શાવી આરોપીઓમાંથી ફરિયાદ નોંધાવતા સમયે ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર હોવાછતાં ધરપકડ ન કરી હોવાની અને એક કોન્સ્ટેબલ અને ટાઉન પીઆઈ ની ભૂમિકા સામે પણ આંગળી ચિંધાઈ હતી પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપ સાથે આ ઘટનાના ૬ દિવસ સુધી એક પણ આરોપી નહિ પકડાતા મોડાસામાં રહેતા કચ્છી સમાજના અગ્રણીઓ અને યુવકોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવેની ઉગ્ર માંગ કરી હતી જીલ્લા પોલીસવડા મયુર પાટીલને પણ રજુઆત કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી.
સોમવારે મોટી સંખ્યામાં કચ્છી સમાજના અગ્રણીઓ અને યુવકોએ જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ખાનગી હોસ્ટેલમાં ફરજબજાવતા રેક્ટર પર હુમલો કરનાર અને મોડાસા શહેરમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ પેદા કરનાર હિરેન ચૌધરી અને તેના મળતિયાઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને મોડાસા ટાઉન પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે ખાનગી હોસ્ટેલમાં રેક્ટર પર હુમલો કરનાર અને સીસીટીવી કેમેરામાં દેખાતો શખ્શ પોલીસસ્ટેશનમાં હાજર હોવા છતાં અને આ અંગે ફરજ પરના કોન્સ્ટેબલને જાણ કરવા છતાં આ શખ્શનો ફરિયાદમાં ઉલ્લેખ કરવાનું ટાળી ધરપકડ નહિ કરતા હુમલાખોર શખ્શને છાવરવામાં આવ્યો હતો અને આરોપીના બચાવમાં પોલીસતંત્રએ કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું આરોપીઓની ધરપકડ નહિ થાય તો આગામી સમયમાં આરોપીઓને પકડવા મહારેલી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી હતી.