LICમાંથી સરકારી હિસ્સેદારી વેચવા IPO લાવવાના નિર્ણયનો વિરોધ
અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસામાં L.I.C કર્મચારીઓનો સરકાર સામે સૂત્રોચ્ચાર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સિતારમણે બજેટ માં એલ.આઈ.સી લઈને મોટી જાહેરાત કરી હતી નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર દેશની સૌથી મોટી ઇન્સ્યૂરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ પોતાની હિસ્સેદારી વેચવા માટે ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ લાવવામાં આવશે. સરકાર આઈપીઓ દ્વારા એલઆઈસીમાં પોતાના શૅરનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ કર્યો છે.
સરકાર એલઆઈસીમાં પોતાની હિસ્સેદારી વેચીને પૈસા એકત્ર કરશે ની ઘોષણા થતાની સાથે એલઆઈસીના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને સરકારના નિર્ણયને દેશ હિતને વિરુદ્ધ ગણાવી ૪ ફેબ્રુઆરીએ ૧ કલાક માટે દેશવ્યાપીની હડતાલ પર જવાના છે ત્યારે અરવલ્લી જીલ્લામાં એલઆઈસી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને એજન્ટ માં ભારે રોષ ફેલાયો છે અને એલઆઈસીના ખાનગી કરણ સામે વિરોધ નોંધાવ્યો હતો
નાણા મંત્રીએ બજેટ ૨૦૨૦-૨૧ રજૂ કરતાં કહ્યું કે સરકાર એલઆઈસીમાં પોતાની જવાબદારી આઈપીઓ દ્વારા વેચશે. હાલ, ભારતીય જીવન વીમા નિગમમાં સરકારની હિસ્સેદારી 100 ટકા છે. સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિ હેઠળ એલઆઈસીનું લિસ્ટિંગ કરશે
જેના પગલે મોડાસા શહેરમાં આવેલી એલઆઈસી શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓએ અને એજન્ટોએ એલ.આઈ.સીનું ખાનગીકરણ રોકવા “સેવ એલ.આઈ.સી.” અને “પ્રોટેક્ટ એલ.આઈ.સી.” અને ફાયનાન્સ મિનિસ્ટર હોશમાં આવો હોશ મૈં આકે બાત કરો” ના નારા લગાવી સુત્રોચ્ચાર કર્યા હતા એલ.આઈ.સી.માં ફરજ બજાવતા કર્મચારીઓ અને એજન્ટોએ આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.