Western Times News

Gujarati News

મંદિરો ચંદ્રગ્રહણ બાદ શુદ્ધિકરણ વિધિઓ પૂર્ણ થયા પછી સોમવારની વહેલી સવારે ફરીથી ખુલ્યા

તિરુપતિ,  આંધ્રપ્રદેશ અને તેલંગાણાના તમામ મંદિરો ચંદ્રગ્રહણ બાદ શુદ્ધિકરણ વિધિઓ પૂર્ણ થયા પછી સોમવારની વહેલી સવારે ફરીથી ખુલ્યા.

તિરુમાલા ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના Shri Venkateshwar Swami Temple, Hyderabad Telangana દ્વાર રવિવારે બપોરે 3:30 વાગ્યે પરંપરાગત રીતે બંધ કરાયા હતા. ત્યારબાદ સોમવારની રાત્રે 2:40 વાગ્યે પૂજારીઓએ શુદ્ધિ અને પુણ્યાહવાચનમ વિધિઓ કર્યા બાદ મંદિર ખુલ્યું. ભક્તોને સવારે 6 વાગ્યાથી દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો.

ટિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD)ના જણાવ્યા મુજબ, ચંદ્રગ્રહણ રવિવારે રાત્રે 9:50 વાગ્યે શરૂ થઈને સોમવાર સવારે 1:31 વાગ્યે પૂર્ણ થયું હતું. આ દરમ્યાન દર્શન અને સર્વિસીઝ (સેવા) બંધ રાખવામાં આવ્યા હતા. ટોકન વિના આવેલા ભક્તોને દર્શન માટે 12 કલાક જેટલી રાહ જોવી પડી રહી છે. હાલ 18 કમ્પાર્ટમેન્ટમાં ભક્તોની લાઈન છે.

TTDની અન્નપ્રસાદમ શાખાએ રવિવારે 50,000 પુલિહોરા પેકેટ ભક્તોમાં વિતરણ કર્યા, કારણ કે ગ્રહણ દરમિયાન મુખ્ય અન્નપ્રસાદમ કોમ્પલેક્ષ, વકુલામાતા, PAC 2 અને વૈકુંઠમ કૅન્ટીન્સ બંધ રાખવામાં આવ્યા હતા. સોમવાર સવારે 8 વાગ્યાથી અન્નપ્રસાદમ વિતરણ ફરી શરૂ થયું.

આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અન્ય પ્રસિદ્ધ મંદિરો પણ સોમવારે વહેલી સવારે ખુલ્યા. શ્રીસૈલમના મલ્લિકાર્જુન મંદિર, વોન્ટિમિટ્ટાનું કોડંદરામ મંદિર, ભદ્રાચલમનું શ્રી સીતારામચંદ્ર સ્વામી મંદિર, યાદાદ્રીનું લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર, સિંહાચલમનું વરાહ લક્ષ્મી નરસિંહ મંદિર તેમજ વિજયવાડાનું કનકાદુર્ગા મંદિર શુદ્ધિકરણ બાદ ફરી ખોલાયા.

શ્રીસૈલમના મંદિરના દ્વાર સવારે 5 વાગ્યે ખોલાયા હતા, જ્યારે ભક્તોને 7:30 વાગ્યાથી દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો. સામાન્ય રીતે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરોના દ્વાર બંધ રાખવાની પરંપરા છે. આ સમયગાળા દરમિયાન દર્શન અને તમામ સેવાઓ બંધ રહે છે.

આ ઉપરાંત આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના આરસાવલ્લી સ્થિત શ્રી સુર્યનારાયણ સ્વામી મંદિર, તેમજ તેલંગાણાના બસર ખાતેનું સરસ્વતી મંદિર અને વેમુલાવાડાનું રાજરાજેશ્વરી મંદિર પણ સોમવારની સવારે ભક્તો માટે ખુલ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.