પાકિસ્તાન: હોસ્પિટલે કોરોના વાયરસના દર્દીની સારવાર કરવાનો ઈનકાર કર્યો
ઈસ્લામાબાદ, કોરોના વાયરસના કારણે ચીનમાંથી પરત ફરવા ઈચ્છુક લોકોને ત્યાંજ રહેવાની સલાહ આપવા પર હાંસીનું પાત્ર બનેલા પાકિસ્તાનનો વધુ એક અમાનવીય ચહેરો સામે આવ્યો છે. પાકિસ્તાનની સરકાર એ રીતે બેરહેમ થઈ ગઈ છે કે તેને પોતાના નાગરિકોની જરાંય ચિંતા નથી. પાકિસ્તાનના હોસ્પિટલમાં ડૉક્ટરોએ કોરોના વાયરસથી પીડિત એક દર્દીની સારવાર કરવાનો ઈનકાર કરી દીધો અને તેને એક રૂમમાં તડપવા માટે બંધ કરી દીધો. દર્દીને રૂમમાં બંધ કરી દેવાયો.
સિંધ સૂબેમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ દર્દી સામે આવતા હોસ્પિટલે તેની સારવાર કરવાની મનાઈ કરી દીધી છે. વુહાનમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ કરી રહેલા શાહજેબ અલી રહૂઝા શનિવારે પોતાના મુલ્ક પહોંચ્યા હતા અને તેમનામાં કોરોના વાયરસના લક્ષણ જણાયા હતા. પીડિતના ભાઈ ઈરશાદે દાવો કર્યો છે કે શાહજેબની હાલત જોઈને ડૉક્ટરોએ તેને એક રૂમમાં બંધ કરીને તેને જે તે પરિસ્થિતિ પર છોડી દીધો છે.