Western Times News

Gujarati News

વડાપ્રધાન ભારતનું સૌથી મોટું રક્ષા પ્રદર્શનનું ઉદ્ધાટન કરશે

એક્સ્પોમાં ૧૫૦થી વધુ વિદેશી કંપની સહિત ૧૦૦૦થી વધુ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે

લખનૌ, શહેરમાં પ્રથમ વખત યોજાનાર આંતરરાષ્ટ્રીય આયોજનમાં વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ અને ઈન્ડિયા પવેલિયનનું અવલોકન પણ કરશે. ઈન્ડિયા પવેલિયનમાં ખાનગી, નાના અને મધ્યમ ઉદ્યોગો સહિત જાહેર ક્ષેત્રની મજબૂત ભાગીદારીની ઝલક વિશેષ રીતે રજૂ કરવામાં આવશે.  ડિઝિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ડિફેન્સ થીમ પર થનારા આ એક્સ્પોના પરિણામ રૂપે, ‘ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ’ અને ‘એરોસ્પેસ મેન્યુફેક્ચરીંગ’ માં ઉત્તર પ્રદેશ વિશ્વનું એક મહત્વપૂર્ણ સ્થળ બનશે. એક્સ્પોમાં પ્રથમ વખત ભારત-આફ્રિકા ડિફેન્સ કાન્ક્લેવનું પણ આયોજન કરવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયના એક નિવેદન અનુસાર લખનઉમાં યોજાનાર આ એક્સપો, ભારતના સૌથી મોટા સંરક્ષણ પ્રદર્શનમાં પ્રદર્શકોની સંખ્યા આયોજન ક્ષેત્ર અને હિસાબથી ભારતની સૌથી મોટી રક્ષા પ્રદર્શન હશે. એક્સ્પોમાં ૧૫૦થી વધુ વિદેશી કંપની સહિત ૧૦૦૦થી વધુ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. વર્ષ ૨૦૧૮માં ચેન્નઈમાં થયેલા એક્સ્પોમાં આ સંખ્યા ૭૦૨ હતી.

બહુ રાષ્ટ્રીય કંપની એમબીડીએ શસ્ત્રો પ્રદર્શિત કરશે. જે અત્યાઆધુનિક લડાકૂ વિમાન રાફેલમાં લગાવવામાં આવશે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, મિસાઈલ અને મિસાઈલ સિસ્ટમ પોર્ટફોલિયોની સીરિઝને પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં સ્કાલ્પ ડીપ સ્ટ્રાઈક અને મેટેયોર એર-ટૂ-એર મિસાઈલ પણ સામેલ છે.

એક્સ્પોમાં અંદાજે ૭૦ દેશો ભાગ લેશે, અંદાજે ૪૦ દેશોના સંરક્ષણ પ્રધાનો તેમાં ભાગ લેવા સહમત થયા છે. ચેન્નાઈમાં એક્સ્પોનું આયોજન ૮૦ એકર ક્ષેત્રમાં થયું હતું, પરંતુ લખનઉમાં આ ૨૦૦ એકરથી વધુ ક્ષેત્રમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો એક ભાગ ગોમતી રિવરફન્ટ પર પણ આયોજિત કરવામાં આવશે. આ ૧૧મા ડિફેન્સ એક્સ્પો દરમિયાન ૧૯ સેમિનાર આયોજિત કરવાની યોજના છે. જેમાં ૧૫ સેમિનાર એસોચૈમ, સીઆઈઆઈ અને પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ ઉદ્યોગ મંડળો દ્વારા આયોજિત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.