માતાએ ગળું દબાવીને પોતાના બે દીકરાઓની હત્યા કરી દીધી
કોરબા, છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લામાં માતાએ બે બાળકોની હત્યા કરી દીધી છે. મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે. જાંજપીર ચાંપા જિલ્લાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના બિરગહની ગામ નિવાસી ૨૫ વર્ષીય સરિતા યાદવે બે બાળકો કાન્હા (૨ વર્ષ) અને મુરલી (૪ મહિના)નું ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે ૬ વર્ષની દીકરી આંચલને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચી ગઈ.
પોલીસે જણાવ્યું કે બિરગહની ગામ નિવાસી મહિલા સરિતા યાદવનું પોતાના પતિ બલિરામ યાદવની સાથે ઉગ્ર ઝઘડો થયો હતા. વિવાદ બાદ પતિના ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી. ત્યારબાદ મહિલાએ ગુસ્સામાં આવીને પોતાના ત્રણેય બાળકોને મારવાનો પ્રયાસ કર્યો. પોલીસે વધુમાં જણાવ્યું કે, સરિતાએ કાન્હા અને મુરલીનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને લાશો પડોશીના ઘરના શૌચાલયમાં જઈને છુપાવી દીધી. બીજી તરફ, તેણે મોટી દીકરી આંચલનું પણ ગળું દબાવ્યા બાદ તેને મૃત સમજીને છોડી દીધી હતી. પરંતુ બાળકીનો જીવ બચી ગયો. બાળકીને હાસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સવારે જ્યારે પતિ ઘરે પરત ફર્યો અને બાળકો વિશે પૂછપરછ કરી ત્યારે મહિલાએ પતિને ઘટનાની જાણકારી આપી દીધી. બાદમાં બલિરામે પોલીસે તેની જાણ કરી તેથી ઘટનાસ્થળ માટે પોલીસ દળ રવાના થઈ. પોલીસે બાળકોની લાશો જપ્ત કરી દીધી છે. તેઓએ જણાવ્યું કે પોલીસે મહિલાની ધરપકડ કરી દીધી છે તથા મામલની તપાસ ચાલી રહી છે.