નેધરલેંડના ૧૦ હજાર લોકોએ સરકારથી ઇચ્છા મૃત્યુ માંગ્યું
આરોગ્ય મંત્રીએ આ મામલે ચિંતા વ્યકત કરતા કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે સરકારને વિચારવું જાઇએ જે લોકો ઇચ્છા મૃત્યુની માંગ કરી રહ્યાં છે |
નવીદિલ્હી, કોણ એવું ઇચ્છતુ નથી કે તે એક સારૂ જીવન વિતાવે ગંભીર બિમારીથી પીડિત લોકોને જા છોડી દઇએ તો સામાન્ય રીતે તમામ લોકો ઇચ્છે છે કે તે જીંદગીનો ભરપુર આનંદ લે પરંતુ દુનિયાનમાં નેધરલેન્ડ એક એવો દેશ છે જયાં લોકો સરકારથી ઇચ્છુ મૃત્યુ માંગી રહ્યાં છે. સંસદમાં દેશના આરોગ્ય મંત્રી અને ડચ સાંસદ ક્રિÂસ્ચયન ડેમોક્રેટ હ્યુગો ડિ જાંગે એક રિપોર્ટના હવાલાથી જણાવ્યું હતું કે દેશના ૧૦ હજાર લોકોએ સરકારથી ઇચ્છા જાહેર કરી છે કે તે પોતાની જીંદગી ખતમ કરવા ઇચ્છે છે આ તમામ લોકોને તેમની ઇચ્છા પુરી કરવામા દેવામાં આવે આ તમામ લોકોની ઉમર ૫૫ વર્ષથી વધુ છે આ તમામ લોકો પોતાની ગંભીર બીમારીઓથી પીડિત છે આથી પોતાનું જીવન ખતમ કરવા ઇચ્છે છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ આંકડો દેશની કુલ જનસંખ્યાનો ૦.૧૮ ટકા છે.
હકીકતમાં આ તમામ લોકો ગંભીર બીમારીઓથી પીડિત છે અને પોતાની જીંદગીને ખુદ ખતમ કરવા ઇચ્છે છે. આરોગ્ય મંત્રીએ આ મામલે ચિંતા વ્યકત કરતા કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે સરકારને વિચારવું જાઇએ જે લોકો ઇચ્છા મૃત્યુની માંગ કરી રહ્યાં છે તે પોતાની જીંદગીથી પરેશાન કેમ થઇ ગયા છે આ લોકોને ફરીથી જીવનનો યોગ્ય અર્થ શોધવા અને તેમને પ્રેરિત કરવાની મદદ કરવી જાઇએ તેના પર સરકારે કોઇ નિણય લેવો પડશે આ સાથે જ એવા લોકોની મદદ કરવી પડશે જેમણે જીવનની આશા છોડી દીધી છે. નેધરલેન્ડની અન્ય પાર્ટીના સાંસદે કહ્યું કે તે ૭૫થી વધુ લોકો માટે ઇચ્છા મૃત્યુ માટે એક બિલ રજુ કર્યું જેથી લોકો પોતાના જીવનનો અંત શાંતિપૂર્ણ અને ગરિમાપૂર્ણ રીતે કરી શકે આવામાં સમજાય છે કે ત્યાંના લોકો જીંગદીથી કંઇ હદે હારી ચુકયા છે આથી જરૂરી છે કે હિમ્મત રાખવી જોઇએ.