Western Times News

Gujarati News

મહિલાઓ, બાળકો સામેના ગુનામાં ચિંતાજનક વધારો

નવી દિલ્હી, દેશમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનામાં ચિંતાજનક વધારો થયો છે. દેશમાં ૨૦૨૩માં મહિલાઓ સામે ગુનાના આશરે ૪.૫ લાખ ગુના નોંધાયા હતાં, જે અગાઉના બે વર્ષની સરખામણીમાં વધારો દર્શાવે છે.

બાળકો સામે પણ દેશમાં આશરે ૧.૭૭ લાખ ગુનાઓ નોંધાયાં હતાં. મહિલાઓ સામેના ગુનામાં ઉત્તરપ્રદેશ ટોચના ક્રમે રહ્યું હતું. આ પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશનો ક્રમ આવે છે, એમ નેશનલ ક્રાઈમ રેકોડ્‌ર્સ બ્યુરોના તાજેતરના ડેટામાં જણાવાયું હતું. સાયબર ળોડના ગુનામાં ૩૧ ટકાનો વધારો નોંધાયો છે. એક વર્ષમાં જ ૮૬,૪૨૦ કેસો નોંધાયા છે.

એનસીઆરબીના ડેટા મુજબ દેશમાં ૨૦૨૩માં મહિલાઓ સામે કુલ ૪.૪૮ લાખ ગુના થયા હતાં, જે ૨૦૨૨ના ૪.૪૫ લાખ અને ૨૦૨૧ના ૪.૨૮ લાખ ગુના કરતાં વધુ છે. આમ દેશમાં એક લાખ મહિલાઓમાંથી ઓછામાં ઓછી ૬૬.૨ મહિલાઓ કોઇને કોઇ ગુનાનો શિકાર બને છે. આવા કેસમાં ચાર્જશીટનો દર ૭૭.૬% રહ્યો હતો. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૬૬,૩૮૧ કેસ નોંધાયા.

આ પછી મહારાષ્ટ્રમાં ૪૭,૧૦૧, રાજસ્થાનમાં ૪૫,૪૫૦, પશ્ચિમ બંગાળમાં ૩૪,૬૯૧ અને મધ્યપ્રદેશમાં ૩૨,૩૪૨ કેસ નોંધાયા હતાં. મહિલાઓ સામેના ગુનાના દરમાં તેલંગણા ટોચ પર રહ્યું હતું.મહિલાઓ સામેના કુલ ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮એ હેઠળ પતિ અથવા સંબંધીઓ દ્વારા ક્‰રતાના સૌથી વધુ ૧૩૩,૬૭૬ કેસ નોંધાયા હતાં. આમ કુલમાંથી ૧૯.૭% ગુના ક્‰રતાના હતાં.

મહિલાઓના અપહરણના ૮૮,૬૦૫ કેસ નોંધાયા હતા અને તેનો દર ૧૩.૧% રહ્યો હતો.મહિલાઓના વિનયને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી થયેલા હુમલાના ૮૩,૮૯૧ અને રેપના ૨૯,૬૭૦ કેસ નોંધાયા હતાં. આમાંથી ૧૮ વર્ષની ઓછી ઉંમરની યુવતી પર બળાત્કારના ૮૪૯ કેસ નોંધાયા હતાં.

બળાત્કારના પ્રયાસના ૨,૭૯૬ અને એસિડ હુમલાના ૧૧૩ કેસ હતાં. દહેજના કારણે મૃત્યુના કુલ ૬,૧૫૬ કેસ નોંધાયાં હતાં, જેનો દર ૦.૯ હતો, આત્મહત્યા માટે ઉશ્કેરણીના ૪,૮૨૫ કેસ નોંધાયા હતા, જેનો દર ૦.૭ હતો. દહેજ પ્રતિબંધ ધારા હેઠળ ૧૫,૪૮૯ કેસ નોંધાયા હતાં.

ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ, ૨૦૦૫ હેઠળ ૬૩૨ કેસ હતાં.એનસીઆરબીના ડેટા અનુસાર ૨૦૨૩માં બાળકો સામેના ગુનાની સંખ્યા આશરે ૧.૭૭ લાખ રહી હતી, જે ૨૦૨૨ની સરખામણીમાં ૯.૨ ટકાનો ઘટાડો દર્શાવે છે. પ્રતિ એક લાખ બાળકોની વસ્તી સામે ગુનાનો દર ૩૯.૯ ટકા રહ્યો હતો. બાળકોના અપહરણના ૭૯,૮૮૪ કેસ (૪૫%) અને જાતિય હુમલાના ૬૭,૬૯૪ (૩૮.૨%) કેસો નોંધાયા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.